________________
કાર કહે છે, અને સુચરિત બ્રાહ્મણે પણ એ સમય ચિંતન, પ્રાણાયામ, તર્પણદિમાં ગાળીને ત્રીજા પ્રહરમાં ભોજન કરે છે. ગ્રંથકાર મારી ગામે તૃતીયે સૂચવે છે, કે જેવું સૂચન સંન્યાસીઓને મનુએ કરેલું છે. પુનઃ દિવસના છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને સ્વાધ્યાય કરી સાંજે વેદાનુયાયીના સંધ્યાપ્રયોગવત સાર્ચ ઢિનાવવત્ કરવાનું છે. આ રીતે એક સાધુની દિનચર્યા શાસ્ત્રકારોએ સુઘટિત રીતે ગોઠવી છે અને તે વિષેનાં નિયમોમાં તેની સંયમસાધના ઉપર જ પૂરતું ધ્યાન આપ્યું છે. (૧૬)
[નીચેના થકમાં સાધુજનોનું ત્રિકૃત્ય અને આ પ્રકારના નિયમનના શુભ હેતુ વિષે કથન કરવામાં આવે છે. ]
ચર્થનમામraઃ ૨૬૬ स्वाध्यायः क्षणदैकयाममनघं ध्यानं निशीथावधि। निद्रैकं प्रहरं ततो विधिरय संन्यासिनां नैत्यकः ॥ स्यादेतत्क्रमपालनं यदि तदा कालोऽवशिष्येत नो। साधूनां विकथा-प्रलाप-कलहासूया-वितण्डाकृते ॥
સમય વ્યર્થ ન ગુમાવવો. ભાવાર્થ-રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં–મધ્ય રાત્રિ સુધી નિર્મળ ધ્યાન, અને રાત્રિને ત્રીજે પ્રહરે એક પ્રહર સુધી નિકા કરવી. સંન્યાસીઓ-સાધુઓને માટે એ હમેશાંનો વિધિ છે. આ પ્રમાણે ક્રમપૂર્વક સમયની વ્યવસ્થા કરવા માં આવે તો સાધુઓને વિકથા, બકવાદ, કલહ, ઈર્ષ્યા, અસૂયા કે વિતંડાવાદ જેવાં કર્મબંધજનક કાર્યો કરવાને બિલકુલ અવકાશ ન રહે, એટલે સમયને પૂરેપૂરો સદુપયોગ થાય. (૧૬૯)
વિવેચન–ચા નિરા સર્વમતાનાં તથા જ્ઞાતિ સંચમ–અર્થાત સર્વ પ્રાણુઓની જે નિશા–ઉંધ લેવા માટેની રાત્રિ છે, તે રાત્રિમાં સંયમી મનુષ્ય જાગે છે. આ શબ્દોનું તાત્પર્ય એ છે કે રાત્રે મોટે ભાગે મનુષ્યો પ્રમાદવશતઃ આરામમાં સમય ગાળે છે, ત્યારે સંયમીઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મ