SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ આત્માની નિમ્ળતાની વાતેામાં ઠગાઇ રહ્યો છું; પરન્તુ એ પરિષહ સહન કરી લઇને સ્વધને વિષે સ્થિર બુદ્ધિવાળા થવું અને આંતરિક શત્રુએ ઉપર વિજય મેળવવેા. દૃષ્ટાન્ત—જૂદા જૂદા પરિષહેા વિષેના જૂદા જૂદા દૃષ્ટાન્તા છે, પરન્તુ દીક્ષા લીધા પછીનું શ્રી મહાવીરનું જીવન સર્વ પ્રકારના પરિષહેના સાગરરૂપ હાઇ એ જીવન જ અહીં દૃષ્ટાન્તરૂપે ઉતારવાનું યેાગ્ય માન્યું છે. દીક્ષા લઇને ભગવાન મહાવીરે તુરત જ હેમંત ઋતુમાં વિહાર કર્યાં. ઈંદ્રે તેમને એક દેવદૂષ્ય વસ્ત્ર આપેલું હતું પણ મહાવીરે એ વસ્રને શિયાળામાં પહેરવાને વિચાર સરખાએ કર્યાં નહોતા. માત્ર તેર્ માસ સુધી તેમણે એ વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું હતું અને પછી તે વસ્ત્રને પણ ત્યાગ કર્યાં હતા. ચાર માસ સુધી ભ્રમરાદિક જંતુએ તેમના શરીરને વળગીને લાહી માંસ ચૂસતા હતા. ઇર્માંસમિતિથી શેાધીને માર્ગે ચાલતાં તેમને દેખી માળકેા ભયભ્રાંત થતાં અને એકઠાં થઈ તેમને લાદ-મૂહ મારતાં પરન્તુ ભગવાન તે સહન કરી લેતા. ગૃહસ્થા અને સ્ત્રીઓની સેળભેળ વસતીમાં રહેતાં ભગવાનને સ્રીએ કાંઇ કાંઇ પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેમના પરિહાર કરતા અને વૈરાગ્યમાર્ગોમાં લીન રહેતા. ગૃહસ્થા સાથે હળવું મળવુ છેડીને તે ધ્યાનનિમગ્ન રહેતા. કાઇ વાર વિહારમાં અનાર્યોં તેમને દંડાદિકથી મારતા કે વાળ ખેંચીને દુઃખ દેતા, તેમની તરફ કેપ કરતા, પરન્તુ ભગવાન એવા કંડાર પરિષહેાની કશી દરકાર ન કરતા. નૃત્ય, ગીત કે દંડયુદ્ઘ-મલ્લયુદ્ધની વાતા સાંભળી તે તે જોવા ઉત્સુક નહિ થતા અને સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થએલી જોતાં તે રાગદ્વેષરહિત મધ્યસ્થપણે રહેતા. વિહારમાં તે કઈ વખત નિર્જન ઝુપડાંઓમાં, પાણી પીવાની પરખેામાં, હાટામાં કે લેહારની કાડમાં અથવા ધાસની ગ∞ નીચે રહેતા. કોઇ વખતે પરામાં, ખાગમાંના ઘરમાં કે શહેરમાં રહેતા, તેા કાઇ વખત મશાણુમાં, સૂના ઘરમાં કે ઝાડની હેઠળ રહેતા. સપ વગેરે જંતુઓ તથા ગીધ વગેરે ૫'ખીએ ભગવાનને કરડતા, શુન્ય ઘરમાં જાર કર્યાં કરવા જતા દુષ્ટા ત્યાં ભગવાનને દેખી
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy