________________
૩૩
તૃણસ્પર્શાદિ પરિષહે. (૧૭) તૃણસ્પર્શ—દર્ભની કે સૂકા ઘાસની પથારીમાં સૂતાં બેસતાં મુનિને એ તરણાંની અણુઓ દુઃખ આપનારી થઈ પડે છે, ખાસ કરીને ઓછાં વસ્ત્રો ધારણ કરવાને લીધે એ દુઃખનું નિવારણ મુશ્કેલ થઈ પડે છે, છતાં એવા તૃણસ્પર્શનો પરિષહ મુનિ સમતાભાવે સહન કરે અને ખેદ ન કરે કિંવા એવું ન ચિંતવે કે મારી પાસે વધુ વસ્ત્રો હોત તો સારું થાત.
(૧૮) મલ–ઉનાળામાં શરીરે પરસેવો થાય, વાયુથી ઉડેલાં ધૂળનાં રજકણ શરીર પર પડવાથી મેલ જામે, વસ્ત્રો મલિન થાય, પરંતુ એવા મેલભર્યા શરીર કે કપડાંથી મુનિએ ગ્લાનિવંત થવું નહિ અર્થાત એ પરિષલ સહન કરતાં ચારિત્રમાં અડગ રહેવું. ' (૧૯) સત્કાર–પુરસ્કાર–કોઈ સ્થળે સાધુનો સત્કાર-પુરસ્કાર થાય, અર્થાત કોઈ ગૃહસ્થ સાધુને અભિવંદન કરે અથવા આસન પરથી ઉઠીને માન આપે, કિંવા ભિક્ષા માટે આમંત્રણ કરે, એવા સત્કાર--પુરસ્કારથી સાધુ મનમાં ફુલાઈ જાય નહિ કે ગર્વ ધારણ કરે નહિ. જેવી રીતે પિતાને અલાભ થતાં કે કઠોર વચન સાંભળતાં તે ખિન્ન થતો નથી, તેવી રીતે મત્કાર વચનથી તે મનમાં ફુલાત પણ નથી અર્થાત સત્કારને પણ તે પરિષહે છે–પચાવી દે છે.
(૨૦-૨૧) પ્રજ્ઞા-અજ્ઞાન–સાધુમાં બુદ્ધિ અને પ્રજ્ઞા તીર્ણ હોય તે તેથી તે ફુલાય નહિ પણ એમ જ સમજે કે મારું જ્ઞાન હજી સિંધુમાંથી બિંદુ જેટલું જ સ્વલ્પ છે. તેથી ઉલટું બુદ્ધિ મંદ હાય-સાધુ અજ્ઞાન હોય તે તેથી તે શોચ ન કરે પણ અજ્ઞાનને પિતાનાં પૂર્વ જ્ઞાનાવરણીય કર્મોના ફળ રૂપ માની એ કર્મને ક્ષય કરવાને જ ઉદ્યમવંત બને. આ રીતે પ્રજ્ઞા અને અજ્ઞાન બેઉ મનોવૃત્તિને કોઈ પ્રકારના કષાય તરફ દોરનારું ન બને, ત્યારે મુનિએ તે પરિષહ યથાર્થ વેડ્યો એમ લેખાય.
(૨૨) દર્શન-સમ્યફ અન્ય દર્શનીઓના મિથ્યા આડમ્બરથી મુનિએ મુંઝાઈ ન જવું અને એમ ન માની લેવું કે હું પરલોકની વાતોમાં અને