________________
यद्वस्तु त्रसहिंसया समजनि त्याज्यं च तत्सर्वथा। स्याइन्धाद्यतिचारदोषरहितं सेव्यं तथाऽऽयं व्रतम्॥
અહિંસા વ્રતનું પાલન ભાવાથ–માંસભક્ષણ એ પાપપુજને પ્રાપ્ત કરાવનારું છે તથા મદ્યપાન પણ નિષિદ્ધ છે; ત્રસજીવોની હિંસાવડે તે નીપજે છે અને તેથી અહિંસાવ્રતનું ખંડન થાય છે. જે વસ્તુ ત્રસજીવોની હિંસા કરવાથી નીપજે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે; માટે બંધ-વધ ઈત્યાદિ અતિચારના ષોથી રહિતપણે એ પ્રથમ ત્રતનું પાલન કરવું. (૧૦)
વિવેચન–માં ભોજન કરનારા ઘણાકે પિતાને હાથે જીવન ઘાત કરતા નથી, તેમજ મદ્યપાન કરનારાઓ દ્રાક્ષ કે મહુડાંને કેહવી તેમાં ઉત્પન્ન થતા જતુઓને ઉકાળી તેને અર્ક કાઢતા નથી, પરંતુ તેમને માટે બીજાઓ ને મારી માંસ નીપજાવે છે અને મદિરા ગાળે છે, તેટલા માટે માંસભક્ષીઓ અને મદ્યપીઓ હિંસાના કાર્યને ઉત્તેજન આપી હિંસાના જ ભાગીદાર બને છે. એ સમજી શકાય તેવું છે. કોઈ ગૃહસ્થ પિતાના અનુચરને કહે કે–મને કસ્તુરી મૃગનો ડું લાવી આપ, તે વખતે તે જાણતો હોય છે જ કે એ માણસ કસ્તુરી મૃગને મારીને જ તેને ડું કાઢી લાવવાને છે અને તેથી તેણે વચનવડે કસ્તુરી મૃગની હિંસા જ કરાવી લેખાય. આ પ્રમાણે રેશમ વાપરનાર, હાથીદાંતની વસ્તુઓને ઉપભોગ કરનાર કિંવા પીછાંવાળી ટોપી પહેરનાર અપ્રત્યક્ષ રીતે હિંસા કરનારા જ લેખાય છે. જેઓએ અહિંસાનું વ્રત ગ્રહણ કર્યું હોય તેઓએ આવા હિંસાજનિત પદાર્થોને ઉપભોગ પૂર્વે કહેલી રીતે--વ્યર્થ કરવો જોઈએ નહિ. पंचेन्द्रियाणि त्रिविधं बलं च । उच्छ्वासनिःश्वासमथान्यदायुः ॥ प्राणाः दशैते भगवद्भिरुक्ता स्तेषां वियोगीकरणं तु हिंसा ॥
અર્થાત–પાંચ ઈદિયે, મન, વચન અને કાયા એ ત્રણ બળ, શ્વાસછાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે અને તે પ્રાણનો વિયોગ