________________
૨૪
કરવાને ગ્રંથકારના હેતુ અત્ર રહેલા છે, અને તેટલા માટે ઉપરના બ્લેકમાં થપિ અર્થાત્ ‘કોઇ પણ રીતે ’એ શબ્દના પ્રયાગ કરવામાં આવેલા છે. મનવડે વળી સ્થૂળ હિંસા કેવી રીતે થતી હશે ? આ વાત કેટલાકા સમજી શકતા નથી. જ્ઞાનપૂર્ણાંક રજ્જુને સ` માનીને તેના ઉપર તલ્વારને ઘા કરવાની ઇચ્છા કરવી તે માનસિક હિંસા છે, અને તેથી મન ઉપર હિંસાના જેવી જ અસર થાય છે. એ ધા કરતી વખતે મનને જે ક્ષણિક હિંસક ભાવ થાય છે તે ભાવ ઉપલક દષ્ટિથી જેનારને ક્ષુલ્લક લાગે છે, પરન્તુ વસ્તુતઃ એ ભારે અસર કરે છે અને એવા અનેક ક્ષણિક ભાવેશનું સ્થૂળ પરિણામ જ્યારે મનુષ્યના જીવનમાં આવે છે, ત્યારે તેને ભાન થાય છે કે પોતે જે વાતને ક્ષુલ્લક માની હતી તે વાતે જ પોતાનું અનિષ્ટ કર્યું છે. કૃત્રિમ ક્રોધ બતાવવાની ટેવના અતિયેાગથી સાચા ક્રોધી સ્વભાવના અની ગએલા મનુષ્યા જગતમાં ઘણી વાર જોવામાં આવે છે, તે મન ઉપર કૃત્રિમ ક્રેાધની પણ થતી આધ્યાત્મિક અસરનું ફળ છે. થૈ એ શબ્દના અર્થ અરહિતપણે ’ અર્થાત્ ‘ નિષ્પ્રયેાજને’ એવા થાય છે ઃ ક્ષુલ્લક અને ગૃહસ્થને જીવનવ્યવહારમાં જરૂરીઆત પૂરતા સ્થાવરના આરંભ કરવા પડે તેથી તેને ત્યાગ ન થઇ શકે તાપણ કેટલીક વાર બીનજરૂરીઆત ચીજોને મેાજશેખની ખાતર ઉપયેાગ કરવામાં આવતાં સ્થાવરની હિંસા થાય છે. તે હિંસા ‘વ્યર્થ’ છે. તેના વિના પોતાના જીવનને કંઇ હાનિ થતી નથી તેથી સ્થાવર હિંસાની પણ મર્યાદા આંધવી. પ્રત્યેાજન વિના સ્થાવરની પણ હિંસા ન કરવી. (૯)
"
[ હવે પ્રત્યક્ષ હિસા વિના થતી હિંસા અને તે દ્વારા અહિંસા વ્રતનું ખંડન કેવી રીતે થાય છે તેના ઘેાડા દૃષ્ટાંતા આપવામાં આવે છે. ]
अहिंसाव्रतपालनम् । १० ॥
पापर्द्धिः पललाशनं च मदिरापानं निषिद्धं ह्यतोहिंसातस्त्रसदेहिनां नियमतस्तत्र व्रतभ्रंशनात् ॥