________________
सेवेयापि न सेवयेय मनसा वाचा तथा कर्मणा ॥ जानीयां न वरं निरीक्ष्य नितरां संसेवमानं परं। स्वत्साक्ष्येण गुरो कृपाऽमृतनिधे कुर्वे प्रतिज्ञामिमाम्॥
અઢાર પાપ-પરિહારની પ્રતિજ્ઞા. ભાવાર્થ—ઉપર જણાવેલ હિંસાથી માંડી મિથ્યાત્વ પર્યતનાં અઢાર પાપસ્થાનકે સર્વ પ્રકારે મન, વચન અને કાયાએ કરી હું મારી જાતે નહિ એવું, બીજાની પાસે નહિ સેવરાવું અને કોઈ સેવત હોય તેને ભલું નહિ જાણું. હે કૃપામૃતનિધિ ગુરૂમહારાજ ! આપની સાક્ષીએ આ પ્રતિજ્ઞાઓ કરું છું, તે જીંદગીપર્યત પાળીશ. (૧૪૦)
વિવેચન—આ શ્લોક આ પરિચ્છેદના ઉપસંહાર રૂપે છે. દીક્ષિત થનાર જિજ્ઞાસુએ આ પ્રતિજ્ઞાઓ પિતાના ગુરૂની સાક્ષીએ કરવી જોઈએ અને ત્રિકરણ તથા ત્રિોગે તે પ્રતિજ્ઞાઓને જીવનપર્યત નિર્વાહ કરવો જોઈએ. દીક્ષાના સંકલ્પ સાથે ચારિત્ર્યનો સંકલ્પ પણ કરવો જોઈએ. સંકલ્પ વિનાનું વર્તન અમર્યાદ હોઈ ઈષ્ટ ફળદાયક થતું નથી, અને તેથી આ પ્રતિજ્ઞાઓ સાધુધર્મના અંગીકારને અંગે કર્તવ્ય કહી છે. (૧૪૦)
पश्चम परिच्छेद. સમિતિ પ્રકરણ.
નવીના ૨૨ उप्तं हृद्भुवि संयमस्य विमलं बीजं प्रतिज्ञामयं । न स्याच्चेजलसेचनं सुसमये तस्योद्गमो नो भवेत् ॥ तसिक्त्वा गुरुदत्तशिक्षणजलैरभ्यासकेदारकैः। संरक्ष्यं सततं यथा शिवफलं दद्यादयं पादयः ॥