________________
૩૦
અને ધર્મના કાર્યમાં અરતિ નહિ વેદું. (૪) માયા સહિત મૃષાવાદ અને (૫) મિથ્યાત્વ રૂપ મહાશલ્યનું સર્વથા ઉચ્છેદન કરીશ. (૧૩૯)
વિવેચન—માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચાડી– ચુગલી, નિંદા, રતિ–અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વઃ એ સર્વ પાપસ્થાનોના પરિવારની પ્રતિજ્ઞા આ બે શ્લોકો સૂચવે છે. જૈન દષ્ટિએ એ. પાપસ્થાનક છે અને સંસારીઓને પણ એ ત્યાજ્ય છે, તે ત્યાગીને તો તે સર્વથા મન-વચન અને કાયાએ કરી ત્યાજ્ય હોય તેમાં કશું આશ્ચર્ય નથી. આવા દેને ત્યાગ તે જૈનેતર સંતને માટે પણ શાસ્ત્રકારોએ અને સાધુજનોએ સૂચવેલ જ છે. મહાભારતમાં કહ્યું છેઃ
मृषावादं परिहरेत् कुर्यात् प्रियमयाचितः ।
न च कामान्न संरंभान्न द्वेषाद्धर्ममुत्सृजेत् ॥ અર્થાત–મૃષાવાદને ત્યાગ કરે, વિનામાંગ્યે જ બીજાનું ભલું કરવું, અને કામ, ક્રોધ તથા દેવને અધીન થઈ ધમને ત્યાગ કરવો નહિ.
न चक्षुषा न मनसा न वाचा दषयेदपि।
न प्रत्यक्ष परोक्ष वा दूषणं व्याहरेत्क्वचित् ॥ અર્થાત-વાક્ય, મન અને નેત્રની ચેષ્ટાદ્વારા પણ રૂબરૂમાં અથવા પાછળથી કોઈ મનુષ્યની નિંદા કરવી નહિ.
शत्रु मित्रं च ये नित्यं तुल्येन मनसा नराः ।
भजन्ति मैत्राः संगम्ये ते नराः स्वर्गगामिनः ॥ અર્થાત--જેઓ શત્રુ તથા મિત્રને મન વડે હમેશાં (દેષ કે રાગ ન. રાખતાં) સમભાવથી જુએ છે અને એમના મેળાપ વખતે મિત્રભાવથી વર્તે છે, તે પુરૂષો સ્વર્ગને પામનારા છે.
આવી જ રીતે ઉપર જણાવેલા સર્વ દેના પરિવાર માટેનાં કથને. ઉપલબ્ધ થાય છે. સંસારી કરતાં ત્યાગીઓએ એ પરિહાર વિશેષ સાવધા રહીને કરવે જોઈએ એટલું જ માત્ર વક્તવ્ય છે. (૧૩૮–૧૩૯)
___ अष्टादशपापपरिहारप्रतिज्ञा ।१४०॥ इत्यष्टादशसङ्ख्यकानि कलुषस्थानान्यहं सर्वथा ।