________________
૩૧૮ દુષ્ટાત–ભરત અને બાહુબળ બે ભાઈ થતા હતા. ભરત ચક્રવતી થયો પણ બાહુબળે તેને શીષ નમાવ્યું નહોતું. છેવટે ભરતે તેને કાંત નમવા અને કાંતો યુદ્ધ કરવા આમંત્રણ કર્યું. બાહુબળ લડવા તૈયાર થયો. બેઉનાં સૈન્ય ખૂબ ઘવાયાં અને કપાયાં. છેવટે માણસોના જીવ બચાવવા બેઉ ભાઈ લડ્યા અને એવું ઠરાવ્યું કે નેત્ર, વાચા, મુષ્ટિ, બાહુ અને દંડ એ પાંચ વાનાં જ યુદ્ધમાં વાપરવાં, પરંતુ એ યુદ્ધ લડતાં ભરતને ખૂબ વાગ્યું એટલે ક્રોધ કરીને તેણે ચક્ર ચલાવ્યું. ભરતને શિરે કલંક ચડયું, કારણકે ચક્રથી લડવાનો ઠરાવ નહોતે. ચક્ર કોઈ દિવસ સગોત્રીનો ઘાત કરતું નહિ એટલે બાહુબળને નહિ મારતાં તે પાછું ફર્યું, તે ક્ષણે બાહુબલને ક્રોધ ચડ્યો. ભરતને મારવા મુઠી ઉપાડી. ત્યાં ભાન આવ્યું કે રાજ્યભને ધિક્કાર છે, મારે આ રાજ્ય ન જોઈએ; પણ ભારતની સામે પિતાની મુઠી ઉગામી હતી તેનું શું ? એ મુઠીથી તેણે ભરતને નહિ મારતાં પિતાના શિરપરના કેશને લેચ કર્યો અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લેવાથી ભારતને નમવાની તેને જરૂર રહી નહિ, પરંતુ તેને સાંભર્યું કે પોતાના અઠ્ઠાણુ ભાઈએ દીક્ષા લઈ ચૂકેલા છે અને તે દીક્ષાએ મારાથી મોટા છે તેમને તો મારે માથું નમાવવું પડશે! આથી તેણે વિચાર કર્યો કે જે હું કેવળ જ્ઞાન પામું તો ભારે કેઈને નમવું પડે નહિ. આમ વિચારી બાહુબળ મુનિએ અખંડ કાઉસગ્ગ ધર્યો. એક વર્ષ વહી ગયું. અનેક જંતુઓ અને પંખીઓ પીડા ઉપજાવવા લાગ્યા પણ ચળ્યા નહિ. પરંતુ મનમાં તો એમ જ હતું કે હું કેવળ જ્ઞાન પામીને પછી બીજા સાધુઓને મળું કે જેથી મારે કોઈને નમવું પડે નહિ. છેવટે તેની ટ્વેન બ્રાહ્મીસુંદરીએ આવીને કહ્યું કે “વીરા મારા! ગથકી ઉતરે ! ગજ ચલ્ય કેવળ ન હોય!” અર્થાત–હે ભાઈ! અભિમાન રૂપી હાથી ઉપર તમે ચડ્યા છે તે હેઠા ઊતરે; હાથી ઉપર ચઢવાથી કેવળ જ્ઞાન ન થાય. તુરત જ બાહુબળ મુનિને ભાન થયું કે હું કેવળ જ્ઞાનને ઝંખું છું, પણ મારામાંથી અભિમાન તે નાશ પામ્યું નહિ; હું જઈને મારા ભાઈઓને વાંદુ. એમ કહી બાહુબળે ભાઈઓને વાંદવા જવા માટે ડગલું ભર્યું, તે જ ક્ષણે તેને કેવળ જ્ઞાન ઉપવું. (૧૩૭)