________________
ન
માન અથવા ગનાં અનેક કારણા હેાય છે, પરન્તુ સંસારી અને ત્યાગીઓનાં તે કારણેા જૂઠ્ઠાં હેાય છે. સંસારીને પોતાની ઋદ્ધિનું માનઅભિમાન ઉત્પન્ન થાય છે, તે ત્યાગીને કાઈ વાર પોતાની સિદ્ધિનું અભિમાન આવવાનો સ ંભવ છે; સંસારીને પેાતાની ઉચ્ચ પદવી કે અધિકારથી માનબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેા ત્યાગીને પોતાનું જ્ઞાન કદાચ માન ઉત્પન્ન કરનારૂં થઇ પડે: માનના જે સ ંભવ સ ંસારીઓને માટે હેાય છે, તે સંભવ ત્યાગીને માટે પણ હાય છે, અને જ્યાં માનબુદ્ધિ ઉત્પન્ન થઇ, ત્યાં ત્યાગીના જ્ઞાન, સયમ અને સિદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયા વિના રહેતા નથી. આ કારણથી માનપરિહારની પ્રતિજ્ઞાા પરિહાર સૂચવતાં ગ્રંથકાર કહે છે કે દેવેદ્રો અને ચક્રવર્તી પણ કદાચ મુનિની સ્તુતિ કરે કિંવા તેના જ્ઞાન, તપ, આચારાદિની પ્રશંસા કરે, તથાપિ મુનિ પોતાના મનમાં જીવનપર્યંત માન—ગવ ધારણ કરે નહિ. માનવ્રુદ્ધિ એક ત્યાગીમાં ઉત્પન્ન થાય તે જ્ઞાનનું જ અધૂરાપણું છે, પછી ભલે શાસ્ત્રોનાં શાસ્ત્રો ઉથલાવી નાંખીને પાંડિત્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હોય. પાંડિત્ય એ કાંઇ જ્ઞાન નથી. જેને જ્ઞાન રૂપી ઘટ ભરેલા હેાય છે તેમાં માનરૂપ તેલનું બિંદુ પણ રહી શકતું નથી પણ પાણીની સપાટી ઉપરથી જ સરી જાય છે.
શકા—માનમુદ્ધિ ત્યાગીને ત્યાજ્ય હાય તો તે સ્વમાન” ધરાવી શકે કે નહિ ?
સમાધાન—‘સ્વમાન’ એ વસ્તુતઃ ‘સ્વત્વના ભાન’ બરાબર છે. હું મનુષ્ય છું અને કાઇ મને પશુને ઘટે તેવું કાય કરવાનું કહે તે હું ન ક અથવા “હું સાધુ છું અને ગમે તેવા વિષમ સંજોગેામાં પણ સંસારનું કાય ન કરૂં ” એ પ્રકારે મનુષ્યત્વ કે સાધુત્વના પ્રકટીકરણનું ભાન તે સ્વમાન લેખાતું હાવા છતાં સ્વત્વનું ભાન હેાઇ, માન રૂપી કષાય નથી. માન, અભિમાન, મિથ્યાભિમાન, સ્વમાન, આદિ શબ્દોના અર્થો, તથા વ્યાખ્યાએની ભ્રમણામાં નહિ પડવા દેવા માટે ગ્રંથકારે આ પ્રતિજ્ઞામાં વિશેષ સ્ફુટ અ દર્શાવનારે સર્વમ્ શબ્દ ચેાજ્યેા છે. તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યું છે તેવા શુભ અધ્યવસાયમાં સ્વમાન મુનિને માટે કષાય રૂપ ન લેખાય.