SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સબંધી અભ્રહ્મચર્ય મન-વચન અને કાયાએ કરીને ન સેવવું, ન સેવરાવવું કે ન સેવતાને અનુમેવું તે ત્રિકરણે અને ત્રિયેાગે બ્રહ્મચય પાળવાની પ્રતિના છે. આ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે ગ્રંથકાર નવ ગુપ્તિ અથવા બ્રહ્મચપાલનની નવ વાડેાના ઉલ્લેખ કરે છે. તે વાડે પૂર્વ શ્લોક ૧૭–૧૮ના વિવેચનમાં આપવામાં આવી છે. મહાવીર સ્વામી આ નવ વાડેને સમાવેશ થાય તેવી પાંચ ભાવનાએ કહે છે. (૧)મુનિએ વારંવાર સ્ત્રીની કથા કરવી નહિ કારણકે તેથી શાંતિના ભંગ થાય છે. (ર) મુનિએ સ્ત્રીની મનેહર ઇંદ્રિયા વારંવાર જોવી—ચિંતવવી નહિ. (૩) મુનિએ પૂર્વે સ્ત્રી સાથે રમેલી વિષયક્રીડાએ સંભારવી નહિ. (૪) મુનિએ રસભરેલું અને અધિક ખાનપાન કરવું નહિ. (પ) મુનિએ સ્ત્રી, પશુ તથા નપુંસકથી ઘેરાયેલાં શય્યા તથા આસન સેવવાં નહિ. નવ વાડે! કે આ પાંચ ભાવનાએમાં જો એક ત્યાગી કે સંન્યાસીનું ચિત્ત સ્થિર ન થયું હોય તે તે ભલે દેહ વડે બ્રહ્મચય સેવતે હાય, અને કદાચ વાણીવડે પણ અબ્રહ્મચય ન સેવતા હાય, છતાં મન વડે તે। અબ્રહ્મચર્ય સેવવાના બહુએ પ્રસંગે!માંથી તેને પસાર થવું પડે છે અને તે સમયે તેનું નિળ મન વિષયસેવનમાં મત્ત થયા વિના રહેતું નથી. કથા—વ્યાખ્યાનમાં દેવા, ઈંદ્રો અને અપ્સરાઓના પ્રસંગે આવે છે, સભા કે પ્રષદામાં વસ્ત્રાભરણથી સજ્જ થએલી મનેાહર સ્ત્રીએની ઉપસ્થિતિ હોય છે, અતિથિસત્કારને ધમ સમજેલાં આપણાં આય સ્ત્રીપુરૂષો ત્યાગી અને સંન્યાસીને ભાવપૂર્વક નેાતરી વિવિધ રસયુકત ભાજન વહેારાવે છે, એવા એવા પ્રસગામાં જો એક ત્યાગી સાવધાન ન રહે, તે તેનુ મન વિષયરસથી પરિપ્લાવિત થાય, તેને દેવાની, ગાંધર્વોની અને સ્રીપુરૂષોની જ નહિ પણ પૂર્વાશ્રમમાં પોતે સેવેલી વિષયક્રીડાએનું સંસ્મરણ થાય, અને મન જ વાણી તથા કાયાને કર્મોમાં પ્રેરનાર હેાવાથી એવા મનવાળા ત્યાગીનું પતન થતાં વાર લાગતી નથી. વેદાનુયાયી ધર્મોના ગ્રંથામાં પણ ત્યાગીના બ્રહ્મચય પાલનને માટે તેમ જ નૈષ્ઠિક બ્રહ્મચારીને માટે એવુ સૂચન કરેલું છે કે, તેમણે સ્ત્રીઓના સ્પર્શે ન કરવા, તેમની સાથે ખેલવું નહિ, તે વિષેની કથા કરવી નહિ તથા સાંભળવી નહિ, સ્ત્રીઓના સ્થાનમાં
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy