________________
કરીને કહ્યું છેઃ “ગામ, નગર કે અરણ્યમાં રહેલું, ઘેટું કે ઝાઝું,નાનું કે મેટું, સચિત્ત કે અચિત્ત, અણદીધેલું હું જીવનપર્યત, મન વચન કે કાયાએ કરી લઉં નહિ, લેવરાવું નહિ, લેનારને અનુમત કરું નહિ, તથા અદત્તાદાનથી નિવર્તુ યાવત્ તેવા સ્વભાવને વસરાવું છું.” આ વ્રતના પાલન અર્થેની પાંચ ભાવનાઓ “આચારાંગ” સૂત્રમાં નીચે મુજબ કહી છે. (૧) કોઈ પણ વસ્તુ, સાધન કે સગવડ અપરિમિત નહિ પણ પરિમિત–મર્યાદા બાંધેલી માંગવી. (૨) આહાર પાણું ગુરૂની પરવાનગી લઈને વાપરવાં. (૩) કાળક્ષેત્રની પણ મર્યાદા બાંધીને વસ્તુ લેવી. (૪) ફરી-ફરીને તેની હદ બાંધવામાં સાવધ રહેવું કારણકે એવી હદ નહિ બાંધવાથી અદત્તનું દાન લેવાઈ જાય છે. (૫) સાધર્મિક પાસેથી પણ પરિમિત વસ્તુ–સાધન લેવાં. મહાત્મા ગાંધીજી પણ હદ બાંધ્યા વિનાના પરિગ્રહને કે અસંયમપૂર્વક વાપરેલી વસ્તુને “સ્તેય –ચારી લેખે છે. તે કહે છે: “ચેરી નહિ કરવાનો સિદ્ધાન્ત ઘણો ઉડે છે. પિતાને જે ચીજની જરૂર ન હોય તેવી ચીજ તેના માલેકની લેવી તે પણ ચોરી જ છે. દાખલા તરીકે મને જરૂર હોય તેના કરતાં જે હું વધારે ફળ ખાઉં તે તે ચોરી ગણાય. અર્થ વગરની જરૂરીઆતો વધારીને આપણે અજાણપણે ચાર બનીએ છીએ.” મહાભારતના અનુશાસન પર્વમાં પણ અસ્તેયની પુષ્ટિ નીચેના લેક વડે કરવામાં આવી છે , ___ अरण्ये विजने न्यस्तं परस्वं वृश्यते यदा।
मनसाऽपि न इच्छंति ते नराः स्वर्गगामिनः ॥
અર્થાત–અરણ્યમાં કે નિર્જન સ્થાનમાં પરાયું દ્રવ્ય પડેલું જોવામાં આવે તે મન વડે પણ લેવાની ઈચ્છા જેઓ ન કરે તેઓ જ સ્વર્ગના અધિકારી છે.
લોકના ઉત્તરાર્ધમાં સંક્ષેપે કરીને ચતુર્થ–બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સંસારત્યાગી કે સંન્યાસીએ સ્વસ્ત્રી કે પરસ્ત્રી સાથેના મિથુનનો તે ત્યાગ જ કરેલ હોય છે, પરંતુ તે પિતાના મન વડે અબ્રહ્મચર્ય ન સેવે, કિંવા તેના મનમાં વિષયવિકારની જાગૃતિ ન થાય તે માટેની મુખ્યત્વે કરીને આ પ્રતિજ્ઞા છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ