________________
૨૯૧
થાય છે. જ્યારે સગાંઓ જૂએ છે કે દીક્ષાના ઉમેદવારનુ વૈરાગ્ય સાચું છે, તેને સંસારમાં રોકી રાખવા એ આપણને માજારૂપ છે અને સંસાર એને પેાતાને ખેાજારૂપ છે, ત્યારે તેઓને પોતાના સ્વાર્થ સરતા જણ્યતા નથી અને તેમને મેાહ પણ વિરામ પામી જાય છે,કિવા એ વૈરાગ્યવાસિત આત્માને સંસારમાં ગાંધી રાખવાથી તેને કષ્ટ થાય છે એવું જોઇને તેમને તેની દયા આવે છે અને તે તેને આનંદ તથા સાષથી સંસાર ત્યજવાની રજા આપે છે. સ્વાશ! અને મેહદશાના નિવારણના આ ક્રમ જેટલા સુલભ અને ઉચિત છે તેટલા ઉચિત તેમની અવગણના કરીને ચેલાને મુડી નાંખવાનેા મા નથી. આવી રીતે દીક્ષિત થએલાઓએ વસ્તુતઃ અનેક જીવાને ક્લેશ ઉપજાવ્યેા હેાવાના દાખલા અન્યા છે અને તેથી દીક્ષાનું પ્રકરણ જનતામાં । કંટાળાભરેલુ લેખાવા લાગ્યું છે. જૈવ શાસ્ત્રમાં દીક્ષા લેવાનાં અનેક કારણે આલેખાએલાં છે, જોકે તે બધાં કારણે। વિશુધ્ધ નથી. લજ્જાને લીધે, ઉપહાસને લીધે, દેવતાના ભયથી, દ્વેષથી, સ્નેહથી, લાભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારથી, કીતિ અર્થે, પરાભવ થવાથી, કૌતુકને લીધે, વિસ્મયથી, વ્યવસાયથી, ભાવથી, કુલાચારને લીધે અને વૈરાગ્યને લીધે, એવાં અઢાર કારણેથી દીક્ષા લેવાયલી હાવાનાં દૃષ્ટાંતા છે, પરન્તુ સગાંઓની ઇચ્છાની અવગણના કરીને ચેલા મુડવાનુ અને તેને જ્યાં ત્યાં સંતાડતા ફરવાનું દૃષ્ટાન્ત ક્યાંયથી મળતું નથી. વસ્તુતઃ એવી દીક્ષા ધમની કે સાધુસંસ્થાની કુસેવા છે, અને તેટલા માટે તેવી દીક્ષાને ગ્રંથકારે વર્જ્ય ગણી છે. તે પછી વૈરાગ્યવાસિત મુમુક્ષુએ શું કરવું ? ગ્રંથકાર કહે છે કે સાધુવેશ પહેરી ન શકાય, તેા તેથી મુમુક્ષુએ આત્મકલ્યાણની સાધના અટકાવવાની કશી જરૂર નથી. કહ્યું છે કે—
वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां । गृहेऽपि पंचेन्द्रियनिग्रहस्तपः ॥ अकुत्सिते कर्मणि यः प्रवर्तते । निवृत्तरागस्य गृहं तपोधनम् ॥