________________
ર૬૨
વિશ્વમાં ૨૨૦ विश्वप्रेमनिबन्धनाय करुणाधर्मस्य रक्षाकृते। रागद्वेषनिवारणाय समताभावाधिरोहाय च ॥ मन्यस्वात्मसमानमेतदखिलं दुःखे सुखे वा जगसर्वप्राणिगणं कुटुम्बसमकं निक्तंदिवं भावय ॥
વિશ્વપ્રેમ. ભાવાર્થ–વિશ્વ અથત સમગ્ર જગતની સાથે પ્રેમ બાંધવાને, કરૂણા–અહિંસા ધર્મનું પાલન કરવાને, રાગદ્વેષની વૃત્તિનું નિવારણ કરવાને અને સમભાવની શ્રેણી ઉપર ચઢવાને સુખ તથા દુઃખના સંબંધમાં આ આખા જગતને તે પોતાની સમાન માન, અર્થાત તને જેમ સુખ ઈષ્ટ અને દુઃખ અનિષ્ટ છે, તેમ આખા જગતને પણ તેવી રીતે છે એમ તારા મનમાં નિશ્ચય કર, અને રાત દિવસ પ્રાણીમાત્રને પિતાનાં કુટુંબી તરીકે ગણવાની ભાવના ભાવ. (૧૧૫)
વિવેચન-સમસ્ત વિશ્વના જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રકટાવવાને કઈ શ્રેણીએ મનુષ્ય ચડવું જોઈએ ? જૂદા જૂદા ધર્મપંથના પ્રચારકોએ વિશ્વપ્રેમ કિંવા વિશ્વબંધુત્વ પ્રકટાવવાને જે શ્રેણી દર્શાવી છે તે કયી છે ? ભગવદ્ગીતામાં કહ્યું છે—
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुख स योगी परमो मतः ॥
અર્થાત–હે અર્જુન ! સુખ હો વા દુઃખ હો, પરંતુ પિતા પ્રમાણે ઈતરને એવી આત્મૌપમ્યદૃષ્ટિથી જે સર્વત્ર સમાન જુએ છે તે યોગી ઉત્કૃષ્ટ મનાય છે. એ જ મુજબ આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે વાચા વાત તમઠ્ઠા ન હૂંતા વિદાયg || અર્થાત–પિતામાં સુખ અને દુઃખ પર જેવી ભાવના હોય તેવી જ ભાવનાથી બીજાનાં સુખદુઃખ તરફ જેવું જોઈએ; અર્થાત–આત્મા સર્વને સરખા હોવાથી પિતાને જેમ સુખ ઈષ્ટ