________________
જૈન ધર્મના સૂત્રગ્રંથમાં પણ નિવૃત્તિમાર્ગને યોચિત મહિમા ગાવામાં આવેલ છે. એથી ઉલટી રીતે કેટલાક આર્ય ગ્રંથમાં પ્રવૃત્તિને પણ નિવૃત્તિની ઉપર પદ આપેલું છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં કહેલું છે કે–
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ।
तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥ અત-સંન્યાસ અને કર્મયોગ એ બેઉ નિશ્રેયસ્કર અર્થાત મોક્ષપ્રદ છે, પરંતુ ઉભયમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગની વિશિષ્ટતા અધિક છે. એ જ રીતે “ગણેશગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે
क्रियायोगो वियोगश्चाप्युभौ मोक्षस्य साधने।
तयोर्मध्ये क्रियायोगस्त्यागात्तस्य विशिष्यते ।।
અર્થાતકમગ અને કર્મવિગ–કર્મસંન્યાસ એ બેઉ મોક્ષનાં સાધનો છે, અને તે બેઉમાં કર્મયોગ એ કર્મત્યાગ કરતાં વિશેષતાવાળે છે. આ અને તેવા જ બીજા આર્ય ગ્રંથમાં કર્મયોગ અને કર્મત્યાગ બેઉને મોક્ષસાધન તે માનેલાં છે, પરંતુ તેમાં કમગને ઉચ્ચ પદવી આપેલી છે. પાશ્ચાત્ય શીલસુફેની બીજી શાખા તો કર્માત્યાગને તુચ્છકારી કાઢે છે. ફ્રેંચ તત્વવેત્તા ઓગસ્ટસ કૅટ કહે છે કે-તત્ત્વવિચારમાં જ ડૂબી જઈને આયુષ્ય ગાળવું શ્રેયસ્કર છે એમ કહેવું એ બ્રાન્તિમૂલક છે, અને જે કઈ તત્ત્વજ્ઞા પુરૂષ એવી રીતે આયુષ્યક્રમ સ્વીકારીને પોતાને હાથે થઈ શકે તેટલું લેકનું કલ્યાણ કરવાનું ત્યજી દે છે તે પોતાને પ્રાપ્ત થએલાં સાધનોનો દુરૂપયોગ કરે છે એમ કહેવું જોઈએ.
આ શ્લોકમાં કર્મગ અને કર્મત્યાગ બેઉમાં કોઈને ચડતી ઉતરતી પંક્તિમાં ન મૂકતાં ગ્રંથકાર સમાન પંક્તિએ મૂકે છે અને કહે છે કે–ચાહે તે આત્મસેવા કરીને સર્વનો ઉદ્ધાર કરનારી જગસેવા બજાવ અને ચાહે તે જગસેવા બજાવીને આત્મસેવા બજાવ; ઉભ્ય તુલ્યબળ–સમાન બળવાળી છે અને ઉભય આત્મકલ્યાણકારિણી છે. પૂર્વ શ્લોકમાં કર્મવેગનું પ્રતિપાદન, કરતાં જેવી રીતે નિષ્કામ વૃત્તિ વડે તેની મર્યાદા બાંધવામાં આવી છે, તેવી