________________
૨૫
ઉતરવું પડે છે, માટે સજ્જનાએ જ્ઞાતિના આંતર્ભેદ–પેટાવિભાગને દૂર કરવાના ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. (૧૦૦)
વિવેચન—જ્ઞાતિ એટલે શું ? સામાન્ય રીતે જ્ઞાતિ એ એક એવા સમુદાય છે કે જેણે પોતાની સંસ્કૃતિને અમુક આદર્શ સ્વીકાર્યો હાય છે અને એ આદને લક્ષ્યબિંદુ માનીને તેના સંરક્ષણ માટે અમુક પ્રકારના સામાજિક આચારેની મર્યાદા બાંધી હેાય છે. ખાદ્યતઃ આપણને એવું જ સમજાય છે કે જે કુટુએ સમાન આચારેને અને રીતિરવાજોને સ્વીકાર્યા હાય છે, તે એક જ્ઞાતિ છે. પૂર્વે આ જ્ઞાતિબંધારણ વર્ણીશ્રમ ધર્મને અનુસરીને થએલું હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વાઁ હતા અને ચારે પોતાના વર્ણાશ્રમના ધર્મો બજાવતા સંસારમાં વિચરતા; પરન્તુ એક જ વર્ણનાં જૂદાં જૂદાં ટોળાં ખંધાવા લાગ્યાં, જૂદે જાદે સ્થળે રહેવા લાગ્યાં, જૂદી જૂદી સ્થળ-કાળાદિની અસરે તેમના ઉપર થવા લાગી, તેમ તેમ જૂદા જૂદા સમુદાયા તરીકે તેએ એળખાવા લાગ્યાં. વર્ણાશ્રમધર્મની મૂળ સંસ્કૃતિ જાળવવાની સાથે પોતાના ટોળા કે સમુદાયની વિશિષ્ટ સંસ્કૃતિ જાળવવાના મેહ અને અભિમાન જેમ જેમ આવતું ગયું, તેમ તેમ તે સમુદાયા જ્ઞાતિરૂપ બની ગયા અને તેનાં જેમ જેમ નાનાં ટોળાં તથા તડ પડતાં ગયાં તેમ તેમ પેટાજ્ઞાતિએ તથા તેમનાં બંધારણ ઠરાવા લાગ્યાં. પોતાની આદભૂત પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવાના જ પ્રયત્નમાં આ પ્રમાણે જ્ઞાતિએ બધાઈ અને તેએ પાતાની વિશિષ્ટતા જાળવવા લાગી.
આ જ્ઞાતિના આચારાદિના નિયમે જ્ઞાતિજનેને અનેક રીતે ઉપકારક થઈ પડયા. સંસ્કૃતિને ધ્વંસ કરે તેવું કાઇનું પણ પતિત આચરણ દોષને પાત્ર લેખાવાથી તેવા પતિત આચરણમાં પડતા અનેક લોકેા અટકતા, સંસ્કૃતિની આસપાસ એકત્ર મળનારી અનેક વ્યક્તિએની પોતાની વિશિષ્ટતા જાળવવાને પરાયા હુમલામાંથી પોતાના સમુદાયનું રક્ષણ કરતા, સમુદાયની અંદરના તેાાનીએ કે ખડખારેને સમુદાયમાંથી ખહિષ્કૃત કરીને પણ પાતાની સંસ્કૃતિની શુદ્ધતા જાળવવા મથતા અને સમુદાયનું ખળ તેને એ મથનમાં ઉપર્યુક્ત થઇ પડતું. આ પ્રમાણે જ્ઞાતિરૂપી સંસ્થા વ્યક્તિએના ચારિત્ર્યને