________________
રર૩
કેવળ દયાહીન હોઈને નિરૂપયોગી પશુઓને કસાઈઓને ત્યાં મોકલી દેવા અચકાય તેવા હોતા નથી, તેઓનાં વૃદ્ધ, દુર્બળ કે રોગી પશુઓને આશ્રય આપી તેમનું પિષણ કરવા માટે પાંજરાપોળ જેવી ધર્માદા સંસ્થાની આવશ્યકતા રહે છે. જે આવી સંસ્થા નથી હોતી તે ઉપર જણાવ્યું તેવા લેક પોતાનાં પશુઓને વધારે પીડા ઉપજાવનારા બને છે અને બિચારાં મૂગાં પ્રાણુઓ વધારે હેરાન થાય છે. એવી વ્યવસ્થાને અભાવે લોકે પતાનાં ઢેરને કસાઈવાડે જવા દે છે અથવા તેમને રખડતાં મૂકી દે છે. આ કારણથી પશુસેવાનો ધર્મ સમજનારાઓ પાંજરાપોળને એક આવશ્યક સંસ્થા માને છે. આપણા દેશની પાંજરાપોળની યોજનાને પાશ્ચાત્ય દેશે. ઉપયોગી માનતા નથી, પરંતુ તેઓની અને આપણા દેશની દૃષ્ટિમાં વિશાળ તફાવત રહેલો છે. તેઓ જાનવરોને સ્થૂળ ઉપયોગિતાની દૃષ્ટિથી જોનારા છે અને આપણે દેશ ઉપયોગિતાને ગૌણ માની ગામવસર્વમતેષ ના સિદ્ધાન્તને દૃષ્ટિ સમીપે રાખી વર્તનાર છે. આમ હોવા છતાં પાંજરાપોળની વ્યવસ્થામાં રહેલા દોષો સુધારવાની જરૂર છે એટલું તે સ્વીકારવું જોઈએ. પાંજરાપોળમાં મોટે ભાગે રોગી, જખમી, અશક્ત અને દુર્બળ પશુઓ હોય છે અને જ્યાં તેની સંખ્યા મોટી હોય છે, ત્યાં તેમની યોગ્ય સેવા થતી નથી. કેટલીક વાર એવાં પશુઓને નીરવામાં આવતો ચાર સશકત પશુઓ ખાઈ જાય છે અને દુર્બળ પશુઓ ભૂખે મરે છે. આ સ્થળે ગંદકી પણ વિશેષ હોય છે. તેથી ઉલટું જે પાશ્ચાત્ય દેશની પશુઓની ઈસ્પીતાળો આપણે જોઈએ તે આપણું પાંજરાપોળો કેવી હોવી જોઈએ તેનું આપણને પૂરું ભાન થાય. એવી ઇસ્પીતાળામાં માત્ર સ્વાર્થદષ્ટિ કે ઉપયોગિતાવાદનું પ્રાધાન્ય હોય છે, પરંતુ આપણું દેશની અનુકંપાદષ્ટિથી તે આપણે તેમના કરતાં વધારે મેટી, સુઘડ અને વ્યવસ્થાવાળી પાંજરાપોળ ઊભી કરી શકીએ. ગ્રંથકાર પણ વ્યવસ્થા વરન્ એ બે શબ્દો વડે પાંજરાપોળની ઉપયોગિતા વધારવા પ્રત્યે જ પશુસેવાધર્મીઓનું લક્ષ દોરે છે. આપણું પાંજરાપોળને સામાન્ય વ્યવસ્થાદેષ જાણતા હોવાથી જ આ પ્રાસંગિક સૂચન કરવામાં આવેલું છે. જે અનુકંપાશીલ સજજનો પાંજરાપોળની વ્ય