________________
૨૧૧ चतुर्दश परिच्छेद.
સેવાધર્મ : પશુસેવા [ હવે સેવાધમીઓને પશુસેવા તરફ દોરતાં ગ્રંથકાર પ્રથમ પશુઓના રક્ષણની આવશ્યક્તા દર્શાવે છે. ]
પશુરક્ષામ્ ! ૨૪ यस्या दुग्धघृतादिना नरतनुः पोपुष्यते सर्वथा । वाणिज्यं कृषिकर्मभारवहनं यज्जातिमालम्बते॥ सा रक्ष्या पशुजातिरुत्तमजनैः कर्त्तव्यसेवाधिया । हिंसातो बलितोऽतिभारभरणात्क्रौर्याद भृशं ताडनात॥
પશુઓનું રક્ષણ, ભાવાર્થ—જેનાં દૂધ અને ઘીથી સર્વ પ્રકારે માણસ જાતનું શરીર પોષાય છે, જે જાતિને ગાડી ગાડામાં જેડી વ્યાપારનું કામકાજ કરવામાં આવે છે, જેની ગરદન ઉપર ધૂસરું નાંખી ખેતીનું તમામ કામ કરાય છે, જેની પીઠ ઉપર ભાર વહેવામાં આવે છે, તે પશજાતિનું ઉત્તમ પુરૂષોએ કર્તવ્ય અને સેવાબુદ્ધિવડે હિંસામાંથી, બલિદાનમાંથી, અતિભાર ભરવામાંથી અને ક્રર માણસો નિર્દયપણે માર મારે તેનાથી રક્ષણ કરવું જોઈએ. (૯૪).
વિવેચન આ સંસારમાં કીડીથી કુંજર સુધીને પ્રત્યેક જીવ ઉપયોગી તો છે જ, પરંતુ જેઓ ઉપયોગિતાની ધૂળ દૃષ્ટિથી જોનારા છે, તેઓ કેટલાક ક્ષુલ્લક જીવોને નિરૂપયોગી માને છે. છતાં પશુઓને તે તેઓ અત્યંત ઉપયોગી માન્યા વિના રહેતા નથી. લગભગ સર્વ પ્રકારનાં જીવતાં પશુઓને મનુષ્યોએ એક યા બીજા પ્રકારે પિતાના ઉપયોગમાં લીધાં છે, અને તેઓની સેવા–ઉપયોગ વડે મનુષ્યો પિતાનું સાંસારિક આર્થિક હિત સાધે છે. ગાયો અને ભેંસ જેવાં પશુઓના દૂધને ઉપયોગમાં લઈ મનુષ્યો પિતાના દેહનું ઉત્તમ પ્રકારે પિોષણ કરે છે. વળી બળદ અને પાડા જેવાં પશુઓને ગાડી–ગાડામાં જેડી, ખેતી કરવાના કામમાં લઈ અને અન્ય પ્રકારે તેમને