________________
૨૧૦ મૃત્યુની પ્રાપ્તિ એક હર્ષનું નિમિત્ત છે. આ ઉપરથી સમજી શકાશે કે ઉત્તમ મૃત્યુ તો એ જ છે કે જે પોતાની મેળે જ પ્રાપ્ત કરેલી સમાધિપૂર્વક મરણ પામે અને એવું સમાધિમરણ જ્ઞાન, તપ, સદાચાર, વ્રતપાલનાદિ વડે ઉત્તમ ચારિત્ર્ય સંસારમાં પાળનારને જ પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ એટલા શક્તિમાન નથી અને મૃત્યુસમયે ભીતિ, વ્યાકુળતા, ચિંતા, ઈત્યાદિને ભોગ થઈ પડે છે તેમને માટે શું કરવું ? ગ્રંથકાર કહે છે કે–તેવા મનુષ્યોનું ચિત્ત શાન્ત રહી, ભગવાનનું ધ્યાન કરવામાં લીન બની જાય અને મૃત્યુ આવે તોપણ ભીતિ વ્યાકુળતા પ્રાપ્ત ન થાય, ટૂંકામાં તેનું સમાધિમરણ થાય એવો પ્રયત્ન સેવાધમીઓએ કરવો જોઈએ. દદની ચિંતાને નિવૃત્ત કરવાનો યત્ન કરવો, તેના અજ્ઞાનને હઠાવી તેને તત્કાળ બને તેટલા પ્રમાણમાં જ્ઞાન–વૈરાગ્યવાસિત કરો, તેને આશ્વાસન આપવું, તેની ભીતિને નાબુદ કરી મૃત્યુમાં પણ હર્ષ પામવા જેવી સમજણ આપવી, ઈત્યાદિ યત્નો કરવાથી કેટલાક સુસંસ્કારી દર્દીઓનો મરણને કાળ સુધરી જાય છે અને મૃત્યુસમયની ભાવના ઉંચી રહેવાથી તેમનો પુનર્જન્મ અધમ કટિમાં થતું અટકે છે. જૈન ધર્મમાં આવા મરણને સમાધિમરણ, પંડિત ભરણ અથવા સકામ મરણ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે– સંતિ મરતે સત્રતા વસુયા–અર્થાત–બહુશ્રત અને શીલવંત પુરૂષો મરણ કાળે ભય પામતા નથી એટલે કે તેઓનું સમાધિમરણ–સકામ મરણ થાય છે. સ્કંધક નામના એક જૈન મુનિ તપ અને સંયમ વડે અત્યંત દૈહિક પીડા વેઠતા હતા, છતાં બહુશ્રુત હતા. સંયમ અને વૈરાગ્યથી વાસિત હતા, તેથી તેમની પીડાની અસર તેમના મન પર થતી નહિ અને મૃત્યુકાળે કેવળ હાડકાં અને ચામડીથી વેષ્ટિત દેહ રહ્યો હેવા છતાં તે હર્ષપૂર્વક સમાધિમરણને પામ્યા હતા. સમાધિમરણનું આવું મહત્ત્વ સમજીને સંસારાતપ્ત જનોને મૃત્યુસમયે સમતા-સમાધિને બની શકે એટલે લાભ આપવા યત્નો કરવા અને તેમનું મરણ સુધારવું એ પરમ સેવાનું કાર્ય છે. (૭)