________________
છે કેમકે તે બાપડા નિરાધાર હોવાથી તેમનું ચિત્ત રાત દિવસ દુઃખથી બળતું હોય છે તેથી તેમને આશ્વાસનની અને સહાયની પુરતી જરૂર છે. કેટલાએક વૃદ્ધ જનો બિચારા લાકડીના ટેકા વિના જરા પણ ચાલી શકતા નથી, કેટલાએક આંખે અખમ બની ગયા હોય છે તો કેટલાએક વળી ખાટલાને જ વશ થઈ ગયેલા દેખાય છે. કેટલાએક જરાના પ્રહારથી જર્જરિત થયેલા જણાય છે તો કેટલાએક વળી રોગ રૂપ શત્રુથી પીડાતા જોવામાં આવે છે. આ બધાને ઈચ્છા સુખની હોય છે તેથી આવી દુર્દશામાં તેઓ પુણ્યશાળી જીવોની સહાય વાંછે છે; માટે દયાળુ સેવાના ઉમેદવાર સજ્જનોએ વૃદ્ધ સ્ત્રી પુરૂષોને તન મનથી જોઈતી સહાય આપવી. (૮૯-૯૦)
વિવેચન–સુભાષિતકારે વૃદ્ધાવસ્થાને બાલ્યાવસ્થા રૂપે વર્ણવતાં કહ્યું છે કે
वदनं दशनविहीनं वाचो न परिस्फुटा गता शक्तिः । अव्यक्तेन्द्रियशक्तिः पुनरपि बाल्यं कृतं जरया ॥
અર્થાત-મહોં દાંત વિનાનું બને છે, વાચા ફુટ થતી નથી, શક્તિ, જતી રહે છે, ઈયિની શક્તિ ક્ષીણ બને છે; એ રીતે વૃદ્ધાવસ્થાથી બીજું બાળપણ આવે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યની બધી શક્તિઓ બાલ્યતાને પામે છે ખરી, પરંતુ જ્યારે બાળક ઉપર કુટુંબી જનોની દયા –માયા હોય છે, ત્યારે વૃદ્ધ બાળક ઉપર કુટુંબી જનો કંટાળો તથા તિરસ્કારની દૃષ્ટિથી જોતા થાય છે! આમ બનવાનું કારણ શું ? બાળક ઉપર માતા-પિતા આશાની દૃષ્ટિથી જોતાં હોવાથી તેની પ્રત્યે તેમનું મમત્વ સ્કરે છે અને વૃદ્ધ વડીલ ઉપર જુવાન પુત્ર કે પુત્રવધૂઓ આશાતુરતા રાખી શકતાં નથી, એટલે પછી તેના ત્વરિત મૃત્યુની રાહ જોઈને બોજાથી મુકત થવાની જ તેઓ રાહ જોઈ રહ્યાં હોય છે ! આ જ કારણથી કહ્યું છે કેवाक्यं नाद्रियते च बान्धजनैर्भार्या न शुश्रूषते । हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ।