________________
૧૩૮
રૂગ્ણાલયો અને દવાખાનાંઓની જરૂરીઆત પણ વધારે જણાવા લાગી છે. માટે દયાળુ જનોએ મૂગાં પ્રાણીઓને માટે જ દયાને સંકુચિત નહિ રાખતાં મનુષ્યો માટે પણ દયા ધારણ કરવી જોઈએ. (૫૬)
મનુષ્યસેવાનું પ્રતિપાદન કર્યા પછી હવે ગ્રંથકાર પ્રથમ બાળકોની સેવાનું સૂચન કરે છે. ]
अनाथबालसेवा । ५७॥ येषां नास्ति पिता न चापि जननी नोभौ न च भ्रातरोबालास्ते करुणालया विधिहता भ्राम्यन्त्यनाथा यतः॥ तेषां रक्षणहेतवे स्वविषये संस्थाप्य बालाश्रमं । साहाय्यं धनिकैर्जनैः समुचितं द्रव्येण कार्य स्वयम् ॥
અનાથ બાળકોની સેવા. - ભાવાર્થ-જે બાળકોનાં મા બાપ ભાઈઓ વગેરે કઈ પાળક ન હોય તેવા હતભાગ્ય કરૂણાપાત્ર બાળકોને નિરાધારપણાને લીધે જ્યાં ત્યાં ભટકવું પડે છે. તેમના રક્ષણ માટે શ્રીમંતોએ પિતપતાના દેશમાં બાલાશ્રમ સ્થાપીને તેમાં પિતાની શક્તિ પ્રમાણે ધનની સહાયતા કરવી જોઈએ. (૫૭)
વિવેચન–પૂર્વ કર્મનાં પાપના કેઈ ચગે કરીને કેટલાંક બાળકે નાની વયમાં જ અનાથ બને છે. આવાં અનાથ બાળકોનું રક્ષણ કરવું એ પ્રત્યેક નગરના “મહાજન” ની ફરજ પૂર્વે લેખાતી, પરંતુ એવાં મહાજને કાંઈક અંશે કર્તવ્યભ્રષ્ટ થયાં, કાંઈક અંશે મહાજનો ઉપરનાં બીજે કર્તવ્યના બોજા વધ્યા અને કાંઈક અંશે તેઓનું યોગ્ય દિશાએ ધ્યાન દેરનારા ઉપદેશક પ્રમાદમાં પડ્યા, તેથી આજે દેશમાં ભિખારીઓ વધ્યા છે અને ઉચ્ચ કુળનાં અનાથ બાળકે પણ વધ્યાં છે. આવાં બાળકેને પિતાના નગરનું ધન જાણીને તેમને મોટા કરી, ભણવી યોગ્ય ધંધે