________________
૧૨૮
તેને જે અને તેને ગદા લઇ મારવા દોડ્યો, એટલે શેઠે સ્થિર રહી નમણૂણુંના પાઠ સ્મરી મૃત્યુ થાય તે યાજજીવન સુધીને સંથારો અને મૃત્યુ ન થાય તો સંથારે પારવાનો સંકલ્પ કર્યો. અને એ સદ્ધર્મશીલ પુરૂષના તેજથી તેના ઉપર ગદા ઉગામી શક્યો નહિ અને તેનામાં દાખલ થએવી યક્ષની શક્તિ એકદમ અદશ્ય થઈ જતાં ગદા હાથમાંથી પડી ગઈ. અર્જુનનું ગાંડપણ દૂર થતાં તેણે સુદર્શન શેઠને પૂછ્યું કે “તમે કયાં જાઓ છે ? ” સુદર્શને કહ્યું કે હું “વીર ભગવાન પાસે જઉં છું.” અજુને પણ શેઠની સાથે જવાની ઈચ્છા કરી અને શેઠે તેને ખુશીથી સાથે લીધો. વીર પ્રભુ અર્જુનના પાપોની વાત જાણતા હતા. તેણે પાંચ માસ અને ૧૩ દિવસમાં ૧૧૪૧ મનુષ્યોના પ્રાણ લીધા હતા. છતાં પ્રભુએ તેને તિરસ્કાર નહિ કરતાં તેની તરફ દયા દ્રષ્ટિથી જોયું, તેને બોધ આપે અને દુષ્કર્મથી છૂટવાને માર્ગ માત્ર સંયમ જ છે એ સમજાવ્યું. અર્જુનને હવે પિતાનાં પાપોનો બહુ પસ્તાવો થયો અને તેણે વીર પ્રભુ પાસે જ દીક્ષા લીધી. દીક્ષા લઈને છઠ છઠનાં પારણાં કરવાં અને રાજગૃહની આસપાસ રહી કોઈના પર ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા કરી. સાધુ તરીકેના જીવનમાં તેને બહુ હેરાન થવું પડ્યું. ઘણાઓને જીવતા મારી નાંખેલા, તેના પુત્રો, ભાઈએ વગેરે સગાંઓ તેને આહાર–પાણી પણ આપતા નહિ, તેની પ્રત્યે ધૂણું દર્શાવતા, તેને છૂટે પત્થરે મારતા, પરતુ અને ગ્રહણ કરેલ સમભાવ કોઈ વાર પણ ત્યા નહિ. બીજાઓની કનડગત થતી ત્યારે તે એમ જ ચિંતવતો કે મેં એમને ઘણું નુકસાન કર્યું છે, એ મને થોડા જ બદલે આપે છે. (૫૩).
[ પાપીને નાશ કરવો એ શું યુકત છે? આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકાર નીચેના શ્લોકમાં આપે છે.]
Tv9 નારાજ ન તુ પપિનાકૂ વક कार्य पापविनाशनं तदपि नो नाशेन पाप्यङ्गिनो। घाते पापिजनस्य हिंसकतया पापस्य वृद्धिर्भवेत् ॥