________________
૧૧૮ અર્થાત–દુષ્ટ પુરૂષ વિદ્યાનો ઉપયોગ વિવાદ-વિતંડા કરવામાં કરે છે અને પુરૂષ જ્ઞાનપ્રાપ્તિમાં કે જ્ઞાનદાનમાં કરે છે, દુષ્ટ પુરૂષ ધનનો ઉપયોગ મન્મત્ત બનવામાં અને પુરૂષ દાન કરવામાં કરે છે; દુષ્ટ પુરૂષ શક્તિનો ઉપયોગ પારકાને પીડવામાં ત્યારે પુરૂષ પારકાનું રક્ષણ કરવામાં કરે છે. આ પ્રમાણે બેઉના માર્ગો પરસ્પર વિપરીત છે; પરન્તુ વિદ્યા, ધન કે શક્તિ જેવી વિભૂતિનો સદુપયોગ સંપુરૂષ કયારે થએલે માને છે તે એ શ્લોકમાંથી મળી આવે છે. સેવાધર્મને અંગીકાર કરનારની તે સર્વ વિભૂતિઓ સેવાને પાત્ર પ્રાણીઓના ઉપકારાર્થે જ હોવી જોઈએ.
દષ્ટાંત–કવ્ય, દેહ, શક્તિ અને બુદ્ધિ સર્વનો ઉપયોગ કરૂણા પાત્રને માટ કરવા માટેનું દૃષ્ટાંત બબના બાદશાહ સુલ્તાન ઇબ્રાહીમનું છે. તે ઉત્તરાવસ્થામાં ફકીરી હાલતમાં રહેલા અને આદમના નામથી ઓળખાતા. એક વખત તે અને એક દરવેશ એકઠા મુસાફરી કરતા હતા. એટલામાં રસ્તામાં દરવેશ માં થયો. તેની માવજત કરવામાં પિતા પાસે જે કાંઈ હતું તે તેમણે ખચી નાંખ્યું, છતાં એ કામમાં પિસાની વધારે જરૂર પડી ત્યારે પિતાનું એક ટકું હતું તે પણ વેચી નાંખ્યું. દરવેશ જરા સાજો થયે અને બન્ને આગળ ચાલ્યા, ત્યાં રસ્તામાં દરવેશ બિચારો થાકી ગયે, તે જોઈ એને પિતાને ખભે બેસાડીને તે ત્રણ મજલ સુધી લઈ ગયા, અને એ રીતે તેમણે પોતાના સર્વસ્વનું સાર્થક્ય થએલું માન્યું. (૪૮)
पुण्यवृक्षसेचनार्थ करुणा । ४९ ॥ साम्राज्यं सुयशः सुखं च सुहृदो विद्या विनीताः सुतास्तानीमानि फलानि पुण्यसुतरोःप्राप्तानि सद्यस्त्वया॥ सिञ्चैनं करुणाजलेन सततं चेद्रक्षितुं वाञ्छसि । नो चेच्छोषमुपैष्यति द्रुततरं सौख्यं च ते नक्ष्यति ॥