________________
૧૧૧ કે “જે વડના વૃક્ષ તળે તમારો મુકામ છે તે સાવ સુકાઈ જશે, ત્યારે તમોને જવાબ મળશે!” આ જવાબ સાંભળીને સૌ નિરાશ થયા. તેમને એમ જ જણાયું કે હવે પોતે કાંઈ સ્વદેશમાં પાછા ફરી શકવાના નથી, કારણકે આવડો માટે વડ જ્યારે સુકાય ? સૌ ખાય, પીએ અને આનંદ કરે પણ વારંવાર વડની સામે નજર કરે અને નિસાસો મૂકી કહે કે “હે પ્રભુ! આ વડ જ્યારે સુકાય અને અમારો છૂટકારે થાય?” એમ દહાડામાં સેંકડો વખત સંખ્યાબંધ માણસો નિસાસા નાખતા અને વડની સામે જોતા. એમ કરતાં બીજા ત્રણ માસ ગયા એટલે વડનાં પાંદડાં પીળાં પડ્યાં, પછી પાંદડાં પડવા લાગ્યાં અને ચાર–પાંચ માસમાં તો આખો વડ સુકાઈને તૂટી પડવા લાગ્યો ! વડની આ સ્થિતિ થએલી જોઈને એલચી ખુશ થઈ બાદશાહ પાસે જવાબ લેવા ગયો. બાદશાહે કહ્યું કે પેલા વડે જ તમને ખ્યાલ આપી દીધો છે. એલચી સમજે નહિ, એટલે બાદશાહે કહ્યું: “જુઓ, આ વડનું ઝાડ પાંચ વર્ષથી ઊભું હતું, પરંતુ તમે બધાએ તે સુકાઈ જાય તેટલા માટે ખરેખરા દિલથી ચાર-પાંચ માસ નિસાસા નાંખ્યા તેથી તે સુકાઈ ગયું; તે તે ઉપરથી સમજો કે તમારા બાદશાહો ઉપર તેમની પ્રજાના નિસાસા જ પડતા હોવા જોઈએ. તમે પ્રજાના ધનની, તેમના ધર્મની, તેમની સંપત્તિની ઈર્ષ્યા કરીને લૂંટ કરે, તો પછી પ્રજા તમારા રાજ્યની અને તમારા રાજત્વની ઈર્ષ્યા કરીને તે નષ્ટ થાય તે માટેનિસાસા નાંખે તેમાં કાંઈ નવાઈ છે?” પારકું બૂરું કરવા ઈચ્છનારનું બૂરું કેવી રીતે થાય છે તે દર્શાવનારૂં જ આ ઉદાહરણ છે. ઈષ્યવૃત્તિ અને પ્રમોદભાવનાનાં ફળ પણ તેવી જ રીતે સમજી લેવાં. (૪૫)