________________
૧૦
વિવેચન—મનોવૃત્તિની ઉત્કટતામાં આકર્ષણ શક્તિ રહેલી છે. અંગ્રેજીમાં કહ્યું છે કે Every desire is a mental current laden with power–ઈર્ષાયુક્ત મનોવૃત્તિ ભલે બાહ્યતઃ પ્રકટ ન થતી હોય, અંતમાં જ છુપાઈ રહેતી હોય, તો પણ તેનું આકર્ષણ સામા માણસના મન ઉપર થયા વિના રહેતું નથી. એક માણસ બીજા ઉપર ઈર્ષ્યા કરે છે તેને પરિણામે બીજાની ઈષ્યવૃત્તિ પણ ઉશ્કેરાય છે અને પ્રમોદવૃત્તિથી પ્રમોદવૃત્તિ ઉશ્કેરાય છે. આ નિયમને અનુસરીને ગ્રંથકારે ઈષ્યનું ફળ ઈષ્યમાં અને પ્રમોદનું ફળ પ્રમોદમાં મળવાનું જણાવ્યું છે. જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે તેનું કલ્યાણ સર્વ કઈ ઈચ્છે છે એવું મહાપુરૂષોનું કથન છે તેનો અર્થ પણ એ જ છે.
દક્ષત–પરંતુ અકલ્યાણ ઈચ્છનારનું પોતાનું જ અકલ્યાણ કેવી રીતે થાય છે, તેનું એક દષ્ટાંત છે. દિલ્હીના એક મેગલ બાદશાહે પિતાના એલચીને ચીનના બાદશાહ પાસે સંદેશ લઈને મોકલ્યો. સંદેશાને પત્ર એક રત્નજડિત દાબડીમાં બંધ કરીને એલચીને આવ્યો અને તેની સાથે ધન, સામગ્રી તથા નાનું લશ્કર આપ્યું. એલચીએ ચીનના બાદશાહને પત્ર આપ્યો અને મોગલ બાદશાહ તરફની ભેટ-સોગાદો આપી. સંદેશામાં મોગલ બાદશાહે ચીનના બાદશાહને પૂછયું હતું કે “અમે હિંદના બાદશાહ પાંચ–દસ વર્ષ જ રાજ્યગાદી ભેગવી મરી જઈએ છીએ અથવા માર્યા જઈએ છીએ અને તમે ઘણાં વર્ષો રાજ્યસુખ ભોગવી શકો છો તેનું શું કારણ?” બાદશાહે એલચીને કહ્યું કે–તમે અહીં સુખે રહે, ઘણે દૂરથી આવ્યા છો માટે આરામ કરો, પછી અમે જવાબ આપીશું એટલે તમે જજો. એલચીને માટે એક વિશાળ વડના ઝાડ હેઠળ તંબૂ–ડેરા નંખાવી આપવામાં આવ્યા અને નેકરચાર, ભજન, વાહન ઇત્યાદિ વડે તેમને સારે સત્કાર કરવામાં આવ્યો. મહીને બે મહીને એલચીએ ચીનાઈ બાદશાહ પાસે જવાબની ઉઘરાણું કરી, ત્યારે બાદશાહે કહ્યું, તમે તમારે આનંદ કરે, જવાબની શી ઉતાવળ છે? વળી ફરી બે મહીને એલચીએ પૂછ્યું તો પણ બાદશાહે એવો જ ઉડાઉ જવાબ આપ્યો. ફરીથી બે મહિને એલચીએ પૂછયું એટલે બાદશાહે કહ્યું