________________
રીતે તારાથી અજાણપણે કંઈ પણ ક્ષતિ થઈ હોય તે સાંઝે અને સવારે બે સંધ્યાકાળે હમેશ શુદ્ધ બુદ્ધિથી તેમની પાસેથી ક્ષમા માંગ. (૩૭).
વિવેચન–પૂર્વે દર્શાવવામાં આવ્યું છે કે સર્વ મનુષ્ય પ્રાણીઓ ઉપરાંત સર્વ જીવો પ્રત્યે મિત્રી ભાવના વિકસાવવાને તેમને આત્મપમ્પ વડે નિવરતાથી પિતા સમાન કિંવા પોતાના બંધુ સમાન લેખવા; પરંતુ વ્યવહારમાં વર્તતા મનુષ્યથી કોઈ કોઈ વાર મન-વચન-કાયાથી અજાણપણે પણ પરનું અહિત થઈ જાય છે. જેઓ જાણી જોઈને જ પિતાના ક્ષુદ્ર લાભને માટે પારકું અહિત કરે છે, તેમને મૈત્રી ભાવના વિકસાવવાનો બોધ કો તે એક કુંડામાં મીઠું ભરીને તેમાં ગુલાબનો છોડ વાવવા બરાબર છે, પરંતુ જેઓએ ગૃહસ્થાશ્રમને છોડવાનો નિશ્ચય કર્યો છે, કિંવા જે મુમુક્ષુઓ હરકેઈ આશ્રમમાં કિંવા હરકોઈ વયે આત્મા પમ્ય દષ્ટિ વા માનસિક સમતાને કેળવવાની જિજ્ઞાસાવાળા છે તેથી જ્યારે અજાણતાં પરના અહિતનું ચિંતન થઈ જાય છે, ત્યારે તેણે કેવી રીતે વર્તવું તેનું સૂચન કરવાનો ગ્રંથકારનો આ લોક લખવામાં હેતુ છે. પ્રભાતમાં અને સાયંકાળે રાત્રિની અને દિવસની પિતાની પરિચર્ચાનું સ્મરણ કરીને પિતે કયાં કયાં સારાં કિંવા ક્યાં કયાં માઠાં કાર્યો કર્યો તે વિષે વિચારી દુષ્કૃત્યની આલોચના કરવી, જેમનું અહિત કર્યું હોય –થઈ ગયું હોય તેની મનપૂર્વક ક્ષમાપના યાચવી, પુનઃ તેવું કૃત્ય ન થઈ જાય તે માટે સાવધચિત્ત રહેવાનો નિશ્ચય કરો, એટલું માનસિક ચિંતન પ્રમાદવશતઃ પતિત થતી મૈત્રી ભાવનાને પુનઃ ઉંચે ચડાવનારું નીવડે છે. પાપનું પ્રાયશ્ચિત્ત એ પશ્ચાત્તાપ છે અને ક્ષમાયાચના દુષ્કૃત્યના સાચા પશ્ચાત્તાપ વિના કરી શકાતી નથી, એટલે એ રીતે ક્ષમાયાચનાવડે પાપનું પ્રાયશ્ચિત્ત જ સધાય છે. જન ધર્મમાં આ ક્રિયાને પાપમાંથી પાછા હઠવા રૂપ–પ્રતિક્રમણ કહેવામાં આવે છે. બુદ્દે પણ સર્વ જી પ્રત્યે મત્રી ભાવ કેળવવા માટે ક્ષમાયાચનાને આવશ્યક લેખી છે.
દષ્ટાંત–ક્ષમાપનાના તીવ્ર પાલનનું એક દૃષ્ટાંત છે. પાટલીપુત્રના રાજ ઉદાયનના રાણીવાસમાં સુવર્ણગુલિકા નામની એક અત્યંત સ્વરૂપ