________________
મૂકે તે બિલાડી ખાઈ જાય. આમ ઘણો વખત ચાલ્યું. આખરે મરઘીએ ચિડાઈને પરમેશ્વરને પ્રાર્થના કરી કે –“હે ભગવાન ! આવતા જન્મમાં હું આ બિલાડીને અને એનાં બચ્ચાંને ખાઉં એમ કરજે.” કેટલેક દિવસે એ બિલાડી અને મરધી બન્ને મરી ગયાં. બિલાડી હરણી થઇ અને મરઘી વાઘણ થઈ. વાઘણ એ હરણીને અને એનાં બચ્ચાંને ખાઈ ગઈ. એવી રીતે પાંચસો અવતાર તેઓ એક બીજા ઉપર વેર વાળતાં ચાલ્યાં. છેવટે શ્રાવસ્તી નગરીમાં એમાંની એક જણી છોકરી અને બીજી રાક્ષસી અવતરી; ત્યાં એક દહાડે બુદ્ધદેવે એમને જોયાં અને તેમને જન્મ જન્મ વૈર ન રાખવાને ઉપદેશ કર્યો. એ ઉપરથી સમજાશે કે વેર કરતાં તેમજ મૈત્રી ધરતાં ઈહલોક-પરલોક ઉભયને વિચાર પૂરેપૂરો આવશ્યક છે, કારણકે એવા સંબંધે અવતાર–પરંપરાના પણ નીવડે છે. (૩૬)
[ સર્વ જીવો પ્રત્યેની આવી ફરજ બજાવતાં કોઈ વાર કેઈનું અનિષ્ટ ચિંતવવા જેવો દોષ થાય છે તેથી મનની વૃત્તિ લુષિત થાય અને ભાવના જેટલી ઉંચી ચડી હોય તેથી બમણી પછી નીચે પડેઆવો દોષ થાય ત્યારે શું કરવું? ગ્રંથકાર નિમ્ન શ્લોકમાં તે દેષનું નિવારણ બતાવે છે.]
ક્ષમાયાચન / રૂ૭ | नानिष्टं मनसाऽपि चिन्त्यमखिलभ्रात्रात्मकप्राणिनां । किन्विष्टं मनसा धनेन वचसा कायेन कार्य सदा ॥ येषां क्वाप्यजनि क्षतिः कथमपि त्वत्तोऽज्ञतायां तदा । तांस्त्वं शुद्धधिया क्षमापय मुदा सन्ध्याद्वये नित्यशः॥
ક્ષમા માંગવી. ભાવાર્થ–જ્યારે દરેક પ્રાણી ભાઈ સમાન છે ત્યારે તેનું મનથી પણ અનિષ્ટ ચિંતવવું નહિ કિન્તુ ધન, તન, મન અને વચનથી તેમનું હમેશ ઈષ્ટ કરવું જોઈએ. હે માનવ ! તેમાંના કોઈ પણ પ્રાણની કોઈ પણ