________________
ગ્રંથસમર્પણ
જેમનાં મન, વચન અને કાયા પવિત્ર છે તે પુણ્યાત્મા જ્ઞાનગી સંત દિવંગત પૂજય મહર્ષિ મહાત્મા નિર્ગસ્થ, અનેક ગ્રંથોના સંશોધક, આગમપ્રભાકર, શ્રુત અને શીલથી શેભાયમાન, મુનિ શ્રી પુણ્યવિજ્યજીના કરકમલમાં,
તેમના ઉપકારોને યાદ કરીને, પુનઃ પુનઃ વંદનાવલી કરીને, હું આકારશ્રી નામની સાથ્વી,
પુણ્યપ્રભાવનિરૂપક, અનેક ગુણોને ઉપદેશ કરનારું તથા જેમાં દાનાદિ ધર્મનું પ્રરૂપણ છે તે આ જિનદત્તકથાનક, ભાવપૂર્વક અર્પણ કરું છું,