________________
પર
હોય તેમ ઈંદ્રીયરૂપી ખાડામાંથી આવતા શુકરક્ત આદિ મલથી ભરેલ શરીરને સર્વ ઉત્કૃષ્ટ ગુણ પંજપૂર્ણ જેવું બતાવે છે.
' या सर्वोच्छिष्टवक्त्राऽहितजनभुषणाऽसद्गुणाऽस्पर्शनीया
पूर्वाऽधर्मात्मजाता सततमलभृता निंद्यकृत्यप्रवृत्ता दानस्नेहा शुनीव भ्रमणकृतरतिश्चाटु कर्म प्रवीणा
योषा सा साधुलोकैरवगतजननैर्दूरतो वर्जनीया ॥१२५॥ | સર્વથી ઉચ્છીષ્ટ મુખવાલી-ખરાબ પુરૂષના ભુષણવાલી અસદ્ ગુણથી અસ્પર્ષવાલી પૂર્વભવના પાપથી ઉત્પન્ન થએલી એકદમ મલથી ભરેલી, નિંદ્યકૃત્યમાં પ્રવત્તિવાલી, કુત્તરાની પેઠે દાનમાં નેહ રાખનારી, ફરતે પ્રેમ રાખનારી ખુશામત કરવામાં પ્રવિણ એવી જે સ્ત્રી, તે જન્મ મરણના દુઃખને જાણનારા એવા સાધુ પુરૂષોએ અવશ્ય દુરથી વર્જવી. दुःखानां या निधानं भवनमविनयस्यार्गला स्वर्गपुर्याः श्वभ्रावासस्य वर्त्मप्रकृतिरयशसः साहसानां निवासः । धर्मारामस्य शस्त्री गुणकमलहिमं मूलमेनो द्रुमस्य । मायावल्ली धरित्री कथमिह वनिता सेव्यते सा विदग्धैः॥१२६॥
જે સ્ત્રી દુઃખ ભંડાર, અવિનયનું ઘર, સ્વર્ગપુરી માટે અર્ગલા સમાન, નરકે લઈ જવામાં રસ્તા સમાન, અયશની જડ, સાહસનું તે ઘર, ધર્મ રૂપી બગીચાને નાશ કરવામાં છરી સમાન, ગુણ રૂપી કમલને નાશ કરવામાં હિમ સમાન પાપરૂપી વૃક્ષની જડ-માયારૂપી વેલીને ધારણ કરનાર આવી તે સ્ત્રીને ચતુર મનુષ્ય કેવી રીતે સેવતા હશે ?