________________
૧૭ ક્રોધ પિતા માતા મિત્રજન સાથે અપ્રેમ ભાવ પેદા કરે છે, ઉપકારીપર અપકાર કરાવે છે, શરીરને અને પ્રસ્તુત કાર્યને નાશ કરે છે. આ પ્રમાણે વિચારી ભવ્ય છાએ કોધને વશ ન થવું. तीर्थाभिषेक जप होम दयोपवासा
ध्यान व्रताध्ययन संयम दान पूजाः नेक्फलं जगति देहवतां ददंते ___यादृग्दमो निखिल कालहितो ददाति ॥३९॥
જે ફળ ત્રણે કાળમાં હિતકારી એવી અખંડક્ષમા મનુષ્યને આપે છે, તે ફળ આ જગતમાં તીર્થયાત્રા અભિષેક જપ, હોમ, દયા, ઉપવાસ, ધ્યાન, વ્રત, અધ્યયન, સંયમ, દાન, અને પૂજા આદિ કાર્યો આપી શકતાં નથી એટલે ક્ષમા વિનાનાં તે બધાં નિષ્ફલ જેવાં કહ્યા છે. भ्रूभंग भंगुर मुखो विकराल रुपो ।
रक्ते क्षणो दशनपीडित दंतवासाः त्रासं गतोति मनुजो जननिद्यवेषः
___ क्रोधेन कंपिततनुर्भुवि राक्षसो वा ॥४०॥ બ્ર (ભમર) ભંગથી વિચિત્ર થયું છે મુખ જેનું, વિકરાળ રૂપ, રાતી આંખ, દાંતથી પીડિત થયા છે એઠે જેના, અતિ ત્રાસ પામેલે, અને મનુષ્યોથી નિદિત એવે વેષ સ્વરૂપ ધારણ કીધેલો છે જેને, એવા ક્રોધથી કંપતા શરીર વાલો મનુષ્ય રાક્ષસ જેવું લાગે છે.