________________
૩૩ર,
સમસ્ત કર્મ બંધનથી રહિત, અનન્ત અને ઈશ્વર એવા સર્વજ્ઞદેવ શ્રી જિનેંદ્રચંદ્રને નમસ્કાર કરીને જેના વડે કરીને આ અનન્ત દુઃખ દેનાર સંસારને નાશ થાય છે તે મોહરૂપી અંધકારને નષ્ટ કરનાર તપનું વર્ણન કરૂં છું. विनिर्मलानन्तसुखैककारणं दुरन्तदुःखानलवारिदागमं । द्विधा तपोऽभ्यन्तरबाह्यभेदतो वदन्ति षोढा पुनरेकशी जिनाः॥
સાંસારિક દુખાનલને શમાવવાને મેઘ સમાન અને વિનિર્મલ અનંત સુખ ( શિવ સુખ) નું પ્રધાન કારણ તપના બે ભેદ છે. બાહ્ય અને અત્યંતર. વળી તે દરેક ભેદના છ છ અંતભેદ છે એમ જિતેંદ્રો કહે છે. करोति साधुनिरपेक्षमानसो विमुक्तये मन्मथशत्रुशान्तये । तदात्मशक्त्यानशनं तपस्यता विधीयते येन मनः कपिर्वशं ॥
અનશન તપ. કઈ પ્રકારની સાંસારિક ફલની અપેક્ષા વગર કેવળ મુક્તિની ઈચ્છાથી કામ શત્રુને જીતવાને માટે સ્વશક્તિ અનુસાર જે સાધુ ચારે આહારને ત્યાગ કરે છે તે અનશન નામે તપસ્યા છે તેનાથી મનરૂપી ચંચલ વાંદરે વશ થાય છે. शमाय रागस्य वशाय चेतसो जयाय निद्रातमसो बलीयसः । श्रुताप्तये संयमसाधनाय च तपो विधत्ते मितभोजनं मुनिः ।।
અવમોદર્ય વ્રત, સગદ્વેષની શાંતિ અર્થે મનને વશ કરવા માટે પ્રબલ તે નિદ્રારૂપી અંધકારની ઉપર જયપ્રાપ્તિ અર્થે શાસ્ત્ર અધ્યયન