________________
૩૧૯
घण्टाकालभृङ्गारचन्द्रोपकपुरःसरं । विधाय पूजनं देयं भक्तितो जिनसद्मनि ॥ ८६९॥
શ્રાવકાએ જિનદેવનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને જિનમંદિરમાં ઘંટ, કાહલ, ઝારી, ચંદરવા આદિ ઉપકરણા અર્પણ કરવા જોઈએ. चतुर्विधस्य संघस्य भक्त्यारोपितमानसैः । दानं चतुर्विधं देयं संसारोच्छेद मिच्छुभिः ||८७०॥
સંસારના ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા શ્રાવકોએ સુદૃઢ મનથી અને ભક્તિ પૂર્ણ હૃદયથી (ભક્તિમાં નિમગ્ન થઈ) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્તીવિધ સંઘને ચાર પ્રકારનું દાન દેવું.
૨ જ્ઞાનદાન ૩ અન્નદાન અને ૪
(૧ અભયદાન ઔષધિજ્ઞાન ) यावज्जीवं जनो मौनं विधत्ते चातिभक्तितः । नोयोतनं परं कृत्वा निर्वाहात्कथितं जिनैः ||८७१ ॥
જિનેશ્વર ભગવાનના ઉપદેશ છે કે જે મનુષ્ય યાવજીવ (જીંદગી પર્યન્ત) અતિ ભક્તિ ભાવથી મૌન ધારણ કરે છે તેને પેાતાને નિર્વાહ કરવા ઉપરાંત અન્ય કોઈ ઉદ્યોતની જરૂર નથી.
एवं त्रिधापि यो मौनं विधत्ते विधिवन्नरः । न दुर्लभं त्रिलोकेऽपि विद्यते तस्य किंचन ||८७२ ।।
આ રીતે જે મનુષ્ય વિધિપૂર્વક મન વચન અને કાયાથી મૌન ધારણ કરે છે તેને ત્રણ લેાકમાં કાઈ પદાર્થ દુર્લભ નથી.