________________
૩૦૫
દિક્ પરિમાણુ નામે પ્રથમ ગુણવ્રત. દશે દિશાઓમાં જાવા આવવાનું ઇચ્છાનુસાર પ્રમાણે અને તે પ્રમાણથી અધિક ભૂમિમાં ન જવુ તે દિગ્દત નામે પ્રથમ ગુણવ્રત છે.
वात्येव धावमानस्य निरवस्थस्य चेतसः । अवस्थानं कृतं तेन येन सा नियतिः कृता ॥ ७९३॥
વાયુવેગી (વાયુ સમાન) ચિત્ત સદા અસ્થિર છે અને સત્ર ઘુર્યાં કરે છે તેથી જેણે દિગવ્રત અંગીકાર કીધું છે તેણે તેની ગતિને રોકી દીધી છે.
सस्थावरजीवानां रक्षातः परतस्ततः । महाव्रतत्वमित्येव श्रावकस्यापि तत्त्वतः ॥ ७९४ ॥
જે શ્રાવકે આ પ્રમાણે (દિક્ પરિમાણ વ્રત અંગીકૃત કરી) જાવા આવવાની હ્રદ નિયત કીધી છે તેણે નિશ્ચયથી તે હદની મ્હારના ત્રસ અને સ્થાવર જીવાની રક્ષા કરવાથી તેની હિંસાથી તે સર્વથા વિરત છે અને તેથી તે અપેક્ષાએ તે મહાવ્રતી છે.
ભાવા—ત્રસ અને સ્થાવર જીવાની હિંસાના સવ થા ત્યાગ તે મહાવ્રત અને સ્થૂલ (ત્રસ) હિ ંસાના ત્યાગ તે અણુવ્રત તેથી જે શ્રાવકે જાવા આવવાનુ ક્ષેત્ર નિયત કીધું છે તે ક્ષેત્ર માટે તે અણુવ્રતી છે પણ તે ક્ષેત્રની મ્હારના સથા ત્યાગ છે માટે તે પરત્વે તે મહાવ્રતી છે.
चेतो निवारितं येन धावमानमितस्ततः । किं न लब्धं सुखं तेन संतोषामृतलाभतः ॥७९५ ॥
२०