________________
व्याध्यादि दोषमलसम विनिन्दनीयं
तद्वारितः कथमिहर्च्छति शुद्धिमङ्गम् ।।७४६॥
જે શુક અને શેણિતથી ઉત્પન્ન થએલું છે, દુર્ગન્ધિ ચુક્ત છે, નાના પ્રકારથી કૃત્રિકુલથી સદા આકુલિત છે વ્યાધિ આદિ દોષ રૂપી મલનું નિવાસ સ્થાન છે એવા અતિ નિન્દનીય અને અપવિત્ર શરીરની જલથી શુદ્ધિ થવાનો સંભવ કયાંથી હેય (શરીર જલથી શુદ્ધ કેમ થાય).
गर्भेऽशुचौ कृमिकुलैर्निचिते शरीरं ___ यदर्धितं मलरसेन नवेह मासान् । वर्तीगृहे कुमिरिवातिमलावलिप्ते
शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥७४७॥
જેમ અતિ મલથી અલિપ્ત એવા વિષ્ટા ગૃહમાં (પાયખાનામાં) કરમીઆ મલ રસથી વૃદ્ધિ પામે છે તેમ કૃમિકુલથી ખીચોખીચ ભરેલ મહા અપવિત્ર એવા ગર્ભાશય મળે નવ માસ પર્યત રહી મલરસથી બંધાએલું અશુચિમય શરીર જલસ્નાનથી (પાણી મળે ડુબકીઓ મારવાથી) કેમ શુદ્ધ થાય ?
ભાવાર્થ–મૂલ વસ્તુ પવિત્ર હોય પણ અપવિત્ર પદા ર્થને લેપાએલ હોય તે જલાદિકથી તે પર મલ ધોવાઈ શુદ્ધ થઈ શકે છે પણ જ્યાં શરીર પોતેજ બે અપવિત્ર વસ્તુના વેગથી ઉત્પન્ન થયું છે અને નવ માસ પર્યન્ત અપવિત્ર સ્થળમાં રહ્યું એટલું જ નહી પણ અશુચિમય પદાર્થોથી બંધાણું અને વૃદ્ધિ પામ્યું તે જલથી કેમ શુદ્ધ પામે.