________________
ર૭૦
विचरति गिरिराजो जायते शीतलोऽग्नि
स्तरति पयसि शैलः स्याच्छशी तीव्रतेजाः । उदयति दिशि भानुः पश्चिमायां कदाचि
न तु भवति कदाचिज्जीवघातेन धर्मः ॥६९५॥
એક વખત ધારો કે ગિરિરાજ હિમાલય ચલાયમાન થાય, અગ્નિ શીતલ બની જાય, પાણીમાં પત્થર તરે, ચંદ્રમા પ્રચંડ ઉષ્ણતા ધારણ કરે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે (આ સર્વ નહિ બનવા ગ્ય વિરૂદ્ધ ધર્મવાલા કાર્યો કદાચિત્ બને) પરંતુ જીવ હિંસાથી કદી પણ ધર્મ થતો નથી. विगलितधिषणोऽसावेकदा हन्ति जीवा
न्वदति वितथवाक्यं द्रव्यमन्यस्य लाति । परयुवतिमुपास्ते सङ्गमङ्गीकरोति
भवति न दृषमात्रोऽप्यत्र सन्तो वदन्ति ॥६९६॥
સજીને પુકારીને કહે છે કે ગત બુદ્ધિ મનુષ્ય એક વાર પણ જે જીવઘાત કરે, મિથ્યા વચન બેલે, પરદ્રવ્ય હરે, પરસ્ત્રી સંગ કરે, અને પરિગ્રહ અંગીકાર કરે તેને લવલેશ પણ ધર્મ થતું નથી, બલકે પાપ પાર્જન તે થાય છે. નેટ–હિંસા, મૃષાવાદ, ચેરી, પરસ્ત્રી સંગ અને પરિગ્રહત્વ આ પાંચે પાપ છે તેના સેવનથી લેશ માત્ર પણ ધર્મ થતું નથી.