________________
ૐ
જો કાઈપણ રીતે અલ્પ ભાગ ભાગવતાં આ મનુષ્યપણું નાશ પામ્યું, તે પછી ફરીથી તેની પ્રાપ્તિ પ્રાણીઆને ઘણી મુશ્કેલીથીજ થાય છે, એવું વિચારીને હું પ્રાણી જન્મ અને મરણ ટાળનાર એવી, મુક્તિના સુખની જો તને ઈચ્છા હાય, તે તું વિષયાની ઈચ્છા છેાડીદઇ ધમ કૃત્યમાં
પ્રયત્ન કર.
विषम विष समानान्नाशिनः काम भोगा स्त्यजति यदि मनुष्यो दीर्घ संसार हेतून् व्रजति कथमनन्तं दुःख मत्यन्त घोरं
त्रिविध मुपहतात्मा श्वभ्र भूम्यादि भूतम् ||१२||
સંસાર વૃદ્ધિના કારણભૂત, અને અતિ દારૂણ ઝહેર જેવા ક્ષણભંગુર કામભાગ જો મનુષ્ય ત્યજે, તા નકના અતિ ધાર દુઃખો કે જેમાં આત્માને ત્રણે પ્રકારે કષ્ટ થાય છે તેવા દુઃખ કયાંથી પામે? અર્થાત નજ પામે,
विगलितरसमस्थि स्वादयंन दारितास्यः
स्व वदनजरक्ते मन्यतेश्वा सुखित्वं स्वतनुजनित खेदाज्जायमानं जनानां
तदुपममिह सौख्यं कामिनां कामिनीभ्यः ॥ १३ ॥
જેવી રીતે કૂતરા રસ વિનાના હાડકાને ચાવતાં, પેાતાના મોઢામાંથી નીકળતા લેહીથી સુખ પામે છે, તેવી રીતનું કામી પુરૂષોને કામિનીએથી સુખ મળે છે, કે જે સુખ પેાતાના શરીરના શ્રમથીજ ઉત્પન્ન થાય છે.