________________
ર૬પ
જેઓ કશા પ્રત્યે રાગ ધરતા નથી, દ્વેષથી દૂષિત નથી, તેમજ મહ પાશથી મુક્ત છે, ભવભયના બંધ છેદવાને સદા તત્પર છે અને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં રમણ કરનારા છે તે તપોધન મુનિઓ હારા મનને આલ્હાદને અર્થે થાઓ. सुखासुखस्वपरवियोगयोगिताप्रियाप्रियव्यपगतजीवितादिभिः । भवन्ति ये सममनसस्तपोधना भवन्तु ते मम गुरवो भवच्छिदः।।
જે તપસ્વી ગણ, સુખ અને દુઃખમાં સ્ત્ર અને પર (પિતાનું અને પારકું), (ઈષ્ટ) વિયોગ અને(અનિષ્ટ) સંયોગ, પ્રિય અને અપ્રિય, તેમજ નાશ અને જીવન વિગેરેમાં સમાન બુદ્ધિ રાખનારા છે, તેજ ભવપાશ છેદનારા છે માટે તેજ વાસ્તવમાં હારા ગુરૂ થાઓ. जिनोदिते वचसि रता वितन्वते तपांसि ये कलिलकलङ्कमुक्तये। विवेचकाः स्वपरतमस्य तत्त्वतो हरन्तु ते मम दुरितं मुमुक्षवः।।६८६
જે સદા જિતેંદ્રના વચનમાં અચળ શ્રદ્ધા રાખનારા છે, જેઓ કમ કલંકથી મુક્તિ પ્રાપનાથે તપ તપે છે, અને જે તાત્વિક દષ્ટિએ સ્વ અને પરની વિવેચના કરવામાં પ્રવીણ છે તે મુમુક્ષુ મુનિઓ હારા દુરિત પાપોના હરણ કરે. - ભાવાર્થ-કર્મનો ક્ષય એજ મુક્તિ છે અને કર્મ કલંકને દૂર કરવામાં તપ મુખ્ય ભાગ ભજવે છે. તપસા નિર્જરા માટે તપ પણ મેક્ષનું કારણ છે. વળી મુમુક્ષુ જીવનું લક્ષણ બતાવતાં પ્રથમ પાદમાં કવિ જિન વચનમાં અચળ શ્રદ્ધા