________________
૨૬૩
મન ગુપ્તિના ધારક.
જે મુનિઓએ ઈંદ્રિયા રૂપી વનમાંસ્વચ્છ ંદે વિરહનાર મન રૂપી હસ્તીને શમ અને યમ રૂપી સાંકળેથી આંધીને જ્ઞાનરૂપી તીક્ષ્ણ અંકુશથી વશ કીધા છે તે તપેાધન યતિએ મ્હારા ગુરૂ થાઓ.
न निष्ठुरं कटुमनवद्यवर्धनं वदन्ति ये वचनमनर्थमप्रियं । समुद्यता जिनवचनेषु मौनिनो गुणैर्गुरून्प्रणमत तान्गुरून्सदा ॥ વચન ગુપ્તિ.
જે કદાપિ પણ નિષ્ઠુર, કટુ, પાપવક, અન કારી અપ્રિય વચન બેાલતા નથી, જેઓ જીનેશ્વર પ્રભુના વચનને આદર કરવામાં સદા તત્પર છે, જે મૌનપણાના ગુણ્ણાએ કરી ગુરૂ છે તે ગુરૂને સદા પ્રણામ થાઓ.
न कुर्वते कलिलविवर्धक क्रियाः सदोद्यताः शमयमसंयमादिषु । रता न ये निखिलजन क्रियाविधौ भवन्तु ते मम हृदये कृतास्पदाः કાય ગુપ્તિ.
જેએ પાપપુંજને વધારનારી ક્રિયાઓ આચરતા નથી, જેએ શમ, યમ, સયમ આદિ ક્રિયામાં મશગુલ છે અને જેએ સાંસારિક ક્રિયા વિધિથી વિરક્ત છે તે મુની મ્હારા હૃદયમાં સદાને માટે વિરાજીત થા. शरीरिणामसुखशतस्य कारणं तपोदयाशमगुणशीलनाशनं । जयन्ति ये धृतिबलतोक्षवैरिणं भवन्तु ते यतितृषभा मुदे मम ॥ ६८१