________________
૨૫૮
પ્રકરણ ૨૭ મું.
14444
ગુરૂ વિવેચન.
जिनेश्वर क्रमयुगभक्तिभाविता विलोकितत्रिभुवनतत्त्वविस्तराः । चढ़तान् षडिह गुणांचरन्ति ये नमामि तान्भवरिपुभित्तये गुरून् ॥
જે જિનદેવના પાદર્યનું ભક્તિ પુર્ણાંક સેવન કરનારા છે, જેણે ત્રિભુવનવત્ સમસ્ત પદાર્થાંને યથાર્થ સ્વરૂપે જોયેલા છે અને જે છત્રીસ ગુણના ધારક છે તે ગુરૂઆને ભવરૂપી રિપુના હનનાર્થે (પુનરાવૃત્તિ જન્મ જરા મૃત્યુરૂપી
આ સસારના છેદન માટે) હું નમસ્કાર કરૂ છુ. समुद्यतास्तपसि जिनेश्वरोदिते वितन्वते निखिलहितानि निस्पृहाः। सदा नये मदनमदैरपाकृताः सुदुर्लभा जगति मुनीशिनोऽत्र ते ॥ જે મુનિ પુંગવ જિનેન્દ્ર પ્રતિપાદિત તપ તપવામાં સદા તત્પર છે, જે સ્વયં નિસ્પૃહી હાઈ પરહિત સાધવામાં એક નિષ્ઠ બુદ્ધિ છે અને જે મદનના મદથી સદાનિલે પ છે તે મુનીશ આ જગતમાં દુČભ છે. वचांसि ये शिवसुखदानि तन्वते न कुर्वते स्वपरपरिग्रहग्रह | विवर्जिताः सकलममत्वदूषणैः श्रयामि तानमलपदाप्तये यतीन् ॥ જે સદા મુક્તિ સુખને આપનારાજ વચને વઢે છે, જે સ્વ અને પર સવ પ્રકારના પરિગ્રહના ત્યાગી છે અને જેસમસ્ત મમતાના દૂષણથી રહિત છે તે મુનિ વૃષભેને હું મુક્તિપદની પ્રાપ્તિ અર્થે શરણે જાઉ છું.