________________
પર
ये तत्स्त्रीमद्यमांसत्रयमिदमधिपा निन्दनीयं भजन्ते देवाश्चेत्तेऽपि पूज्या निगदत सुधियो निन्दिताः के भवेयुः६५३।
આધિ વ્યાધિ રૂપ વ્યાધ (શિકારીજન)થી સંકીર્ણ ઈદ્રિયજન્ય વિષયોરૂપી મૃગોથી વ્યાસ, કામ ક્રોધાદિ સર્ષોથી આ કુલિત, દુઃખરૂપી વૃક્ષોથી ખીચોખીચ ભરેલા સંસારરૂપી ગહન વનમાં જેના પ્રતાપથી જીવ ભ્રમણ કર્યા કરે છે તે અતિ નિન્દનીય એવા સ્ત્રી, મઘ અને માંસની ત્રિપુટિ જે અધિપ સેવન કરે છે તે જે પુજાહ દેવે હોય તે હે સુબુદ્ધિ જને ! કહો, બીજા કેણ નિન્દ્રિત હોઈ શકે ? निद्राचिन्ताविषादश्रममदनमदस्वेदखेदप्रमादक्षुद्रागद्वेषतृष्णामृतिजननजराव्याधिशोकस्वरूपाः । यस्यैतेऽष्टादशापि त्रिभुवनभवभृद्व्यापिनः सन्ति दोषास्तं देवं नाप्तमाहुर्नयनिपुणधियो मुक्तिमार्गाभिधाने ॥६५४॥
અટાર દૂષણથી રહિત દેવ દેવા જોઈએ.
નિદ્રા, ચિંતા, વિષાદ, શ્રમ, મદન, મદ, સ્વેદ, ખેદ, પ્રમાદ, ક્ષુધા, રાગ, દ્વેષ, તૃષ્ણા, જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ અને શોક આ અઢાર પ્રકારના દૂષણે ત્રણ લેકના સમસ્ત પ્રાણીમાં વ્યાપિ રહેલા છે માટે આ દેષ પૈકી એક પણ જેનામાં વિદ્યમાન હોય તેને નયજ્ઞ વિદ્વાને (નૈગમાદિ સાત નયના જાણકાર ) મુક્તિ માર્ગના કથનમાં આપ્તદેવ તરીકે સ્વીકારતા નથી.