________________
૨૧૩
માટે તેઓ પણ પાપના ભાગી થાય છે એમ જેઓ કહે છે તેઓ પ્રત્યે હું કાંઈક કહીશ. येऽनाशिनः स्थावरजन्तुघातान्मांसाशिनो ये त्रसजीवघातात् । दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेद्यं ॥५३०॥
જે અન્ન નિરામિષાશિ (વનસ્પતિ આહાર) ભલી છે તે સ્થાવર જીવને ઘાત કરે છે અને જે માંસાશિ છે તે તે ત્રસ જીવોને ઘાત કરે છે તેથી તે બંને પાપમાં પરમાણુ અને પૃથ્વી (મેરૂ) જેટલો તફાવત છે તે બુદ્ધિશાલી સહજ સમજી શકે છે. अन्नाशने स्यात्परमाणुमात्रःप्रशक्यते शोधयितुं तपोभिः । मांसाशने पर्वतराजमात्रो नो शक्यते शोधयितुं महत्त्वात् ॥५३१॥
ઉપર જણાવ્યા મુજબ અન્નાહારમાં પરમાણુ પ્રમાણ માત્ર પાપ બંધ થાય છે જે તપ કરવાથી સહેલાઈથી નિવારી શકાય છે અને માંસાહારથી પર્વત રાજ મેરૂ જેટલું મહતુ પાપ બંધાય છે જે ભારી તપ કરવાથી પણ નિવારી શકાતું નથી. मांसं यथा देहभृतः शरीरं तथानमप्यङ्गिशरीरजातं । ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिवियुक्तमत्र ॥५३२॥
(વળી કેટલાક એમ કહે છે કે, માંસ જેમ પ્રાણીનું શરીર છે તેમ અન્ન પણ શરીરજ છે તેથી તે બંનેના દેષ અને ગુણ સમાન છે આ તેઓનું કથન સંયુકિતક નથી. (હેતુ પુર:સર નથી). કારણકે –
.: मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । . यथा तमालो नियमेन वृक्षो वृक्षस्तमोलो न तु सर्वथापि॥५३३॥