________________
૧૯૩
यद्वचन्दनसंभवोऽपि दहनो दाहात्मकः सर्वदा संपन्नोऽपि समुद्रवारिणि यथा प्राणान्तको दुंदुभिः । दिव्याहारसमुद्भवोऽपि भवति व्याधियथा बाधकस्तद्वदुःखकरः खलस्तनुमतां जातः कुलेऽप्युत्तमे ॥ ४३७ ॥
જેવી રીતે ચંદનથી ઉત્પન્ન થએલે છતાં પણ, અગ્નિ સર્વદા દાહક ગુણવાલે છે, સમુદ્રના પાણીમાંથી નીકળ્યા છતાં પણ વિષ પ્રાણાન્તક છે, દિવ્યાહારથી ઉત્પન્ન થએલે છતાં પણ વ્યાધિ બાધક છે તેવી રીતે ખલપુરૂષ ઉત્તમ કુળમાં જન્મે છતાં પણ મનુષ્યને દુઃખ કર્તા છે. लब्धं जन्म यतो यतः पृथुगुणा जीवन्ति यत्राश्रिता
ये तत्रापि जने वने फलवति प्लोषं पुलिन्दा इव । निस्त्रिंशा वितरन्ति धृतमतयः शश्वत्खलाः पापिनस्ते मुश्चन्ति कथं विचाररहिता जीवन्तमन्यं जनं ॥४३८॥
જેમ જંગલી પુલિન્દ (ભીલ જેવી જાતના જંગલી લેકે) જે જંગલમાં પોતે ઉત્પન્ન થયા છે, જ્યાંથી અનેક ગુણ પ્રાપ્ત કર્યા છે અને જેના આશરામાં રહીને જીવે છે, આજીવિકા ચલાવે છે તેજ ફલદ્રુપ જંગલને તે નિબુદ્ધિ નિર્દય પુલિન્દ દાહ દે છે-બાળી નાંખે છે, તેવી જ રીતે પાપી દુર્જન, જેનાથી પેદા થયા છે જેની પાસેથી અનેક ગુણ હુન્નર આદિ શીખ્યા છે અને જેના આશરા હેઠળ જીવે છે તે ફલ દેનારા ઉપકારી મનુષ્યને દયારહિત થઈ નુકસાન પહોંચાડે છે તે પછી તે વિચાર વગરના મૂખું, અન્ય