________________
૧૫૦ जीवान्निहन्त्यसत्यं जल्पति बहुधा परस्वमपहरति । यदकृत्यं तदपि जनो जठरानिलतापितस्तनुते ॥ ३८३ ।।
જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, બહુધા પારકું ધન અપહરણ કરે છે. અને એવાં જે અકૃત્ય તે પણ જઠરાનલથી તાપિત જન કરે છે. द्यतिगतिमतिरतिलक्ष्मीलता लसन्ति तनुधारिणां तावत् । यावजठरदवाग्निर्न ज्वलति शरीरकान्तारे ॥ ३८४ ॥
જ્યાં સુધી શરીરરૂપી અટવીમાં જઠર રૂપી દાવાનલ પ્રજવલ્યો નથી ત્યાં સુધી મનુષ્યની યુતિ, ગતિ, મતિ, રતિ, અને લક્ષ્મી રૂપીલતા–વેલી શોભે છે. संसारतरणदक्षो विषयविरक्तो जरादितोऽप्यसुमान । गर्वोद्ग्रीवं पश्यति सघनमुखं जठरनृपगदितः ॥३८५॥
સંસાર તરણમાં દક્ષ, વિષયવિરક્ત, જરાછણ પ્રાણી જઠર રાજના શાસન તળે ગર્વેદગ્રીવ (ગર્વથી ઉચી ડેક રાખનાર ) ધનીના મુખ સામું જુએ છે. कर्षति वपति लुनीते दीव्यति सोन्यति पुनाति वयते च । विदधाति किं न कृत्यं जठरानलशान्तये तनुमान् ॥३८६॥
મનુષ્ય જઠરાનલ શાન્તિને અર્થે ખેડે છે, વાવે છે, લણે છે, જુગાર ખેલે છે, સીવે છે, ઝાટકે છે (ઝાડું કાઢે છે), કાપડ વણે છે અને અન્ય શું કૃત્ય નથી કરતા? लज्जामपहन्ति नृणां मानं नाशयति दैन्यमुपचिनोति । वर्धयति दुःखमखिलं जठरशिखी वर्धितो देहे ॥ ३८७ ॥