________________
૧૯
જેમ નાના પ્રકારના કાષ્ઠના સમુહથી અગ્નિ તૃપ્ત થતા નથી તેમ જઠરાગ્નિ ખાવાથી સર્વથા તૃપ્ત થતા નથી. यस्यां वस्तु समस्तं न्यस्तं नाशाय कल्पते सततं । दुः पूरोदरपिठ कस्तां शक्नोति पूरयितुं ॥ ३७९ ॥
જે દુપૂર (અતિકષ્ટ પૂરાય તેવી) જઠર પિઠરી (ઘંટી) માં આરેલી-નાંખેલી સમસ્ત વસ્તુ નાશને પામે છે તેને પૂરવાને કાણુ શક્તીમાન છે ? तावन्नरः कुलीनो मानी शरः प्रजायतेऽत्यर्थ । यावज्जठरपिशाचो वितनोति न पीडनं देहे ॥ ३८० ॥
જ્યાંસુધી જઠર પિશાચ શરીરમાં પીડા કરતા નથી ત્યાંસુધીજ મનુષ્ય કુલીન, માની કે શૂર થાય છે. यदि भवति जठरपिठरी नो मानविनाशिका शरीरभृतां । कः कस्य तदा दीनं जल्पति मानापहारेण ॥ ३८१ ॥
જો જઠર પિઠરી મનુષ્યનું માન વિનાશ કરનારી ન હાય તા ( જો મનુષ્યને માન વિનાશિકા જઠરપિઠરી ન હાય તે) કાણુ કાને માન અપહાર પુર્વક દીન વચન ભાખત?
गायति नृत्यति वल्गति धावति पुरतो नृपस्य वेगेन । किं किं न करोति पुमानुदरग्रहपवनवशीभूतः || ३८२॥
ઉત્તર ગ્રહ પવનને વશીભૂત નર નૃપ સન્મુખ ગાય છે, નાચે છે, કુદે છે અને વેગથી દોડે છે, અને તે શું શું નથી કરતા ?