________________
વહકોના ધ્યાન બહાર નહોતી અને તેઓએ તેમની યોગ્યતા પીછાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓને કલક્તા તરફથી પ્રાંતિક સભાસદ ચુંટયા હતા. તેમજ પાર્શ્વનાથ ડુંગર કેઇસ તરીકે જાણીતા થયેલા સમેત શિખર કેસમાં તેઓને કલકતાના શ્રી જન સંઘ તરફથી આગ્રહ કરી શ્વેતાંબર પક્ષ તરફથી જુબાની આપવા મોકલાવેલ હતા.
કલકત્તામાંના તેમના વસવાટ સમયમાં સાગરાનંદ સુરીશ્વરજી તથા વિજયધર્મ સુરીશ્વરજી જેવા મહાન સાધુઓનું આવાગમન કલકત્તામાં થવાથી તેમની પાસે ધાર્મીક અભ્યાસમાં પણ વૃદ્ધિ કરવા ચુક્યા નહોતા. અને તેમની ઇચ્છાનુકુળ તેઓ માથુરસંઘ આચાર્યશ્રી અમિતગતિ સૂરીજીના આવા ગહન પુસ્તકને અનુવાદ કરવા પ્રેરાયા હતા. આ અનુવાદ પુસ્તકરૂપે પ્રગટ કરવા તેઓને તીવ્ર ઇચ્છા હતી અને આપણે ઇચછીએ કે તેમ કરવા તેઓ ભાગ્યશાળી થયા હેત તો વધારે સારું થાત પણ મનુષ્ય ધારણ ક્યારેજ સફળ થઈ છે કારણ કે આ પુસ્તકનો અનુવાદ પૂર્ણ થતાં અને તેને પુસ્તકરૂપે પતે પ્રગટ કરી શકે તે પહેલાં જ અફસ કે ભાવીને કાંઈ જુદુંજ ગમ્યું અને તેઓ એકાએક સંવત ૧૯૮૩ ના શ્રાવણ સુદ ૫ ને મંગળવાર તા. ૨ જી ઓગસ્ટ ૧૯૪૭ ને રોજ ધનુર્વા જેવા મહાન ભયંકર રોગના ભેગા થઈ પડયા અને આઠજ પ્રહર જેટલી ટુંક બીમારીના લીધે એમને અમર આત્મા આ નશ્વર દેહનો ત્યાગ કરી પરલોક સીધાવી ગયો. અને તેમના ઉત્તમ ગુણેની યાદ સેંપી બંધુવર્ગ, ધર્મપત્ની મિત્રમંડળ વિગેરેને મુગ્ધ કરી ગયો. પણ તેમના ઉત્તમ ગુણો કેમ વિસારે પડી શકે અને તેથી જ શાસનદેવ પ્રત્યે હજી પણ પ્રેમીજનો પ્રાથી રહ્યા છે કે સગતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને શાંતિ આપે. ૩૪ શાંતિ.
ભેગીલાલ અમરતલાલ જવેરી,
બી. એ. એલ એલ. બી. એડકેટ.