________________
૧૦૮
પ્રકરણ ૧૧ મુ
જરા નિરૂપણ जनयति वचोऽव्यक्तं वक्त्रं तनोति मलाविलं स्वलयतिं गतिं, हंति स्थाम, श्लथी कुरुते तनुं दहति शिखिवत्सवानां च यौवनकाननं
गमयति वपुर्त्यानां वा करोति जरा न किं ॥ २६९ ॥
જરા શબ્દોચ્ચારણને અવ્યકત બનાવે છે, મોઢાને મળથી ખરડાએલું કરે છે, ગતિસ્ખલિત કરે છે, સામર્થ્ય વીર્યને હણે છે, શરીરને શિથિલ કરે છે, તે ગૌરાંગી અગ્નિની જેમ યૌવન રૂપી વનને ખાળી નાંખે છે, અને મનુષ્યાના શરીરનેા નાશ કરે છે અથવા જરા શું નથી કરતી? बलपवनपात ध्वस्तप्रदीप शिखोपमें रलिमलनिभैः कामोद्भूतैः सुखैर्विषसंनिभैः समपरिचितैर्दुःखमांतैः सतामतिनिंदितै
रिति कृतमनाः शंके वृद्धः प्रकंपयते करौ ॥२७०॥
જોસભેર ફુંકાતા પવનના ઝપાટાથી મુઝાઇ ગયેલી દીવાની શીખા સમાન ક્ષણુ વિનાશી, અને સજ્જનાએ નિદ્વિત એવા કામજન્ય સુખ, પરિણામે દુઃખ દેનારા છે; અને વિષ તુલ્ય વિનાશક છે એમ અનુભવથી સિદ્ધ, હું માનુ છું કે વૃદ્ધ પેાતાના હાથ કપાવે છે. चलयति तनुं दृष्टेभीति करोति, शरीरिणां रचयति बलादव्यक्तोक्तिं, तनोति गतिक्षितिं
''