________________
परिभ्रमकृता भवे भवभृता घटीयंत्रव
द्भवस्थितिरियं सदा परिमिताप्यनंता कृता ॥२४७॥
ગતિ વિકળ થઈ ગઈ, શરીર વૃદ્ધ થયું, ઇંદ્રિયની શકિત મંદ થઈ, કુળ ઓછું થયું, ભવપણ પૂરો થવા આવ્યું. સુખ પરિમિત થયું અને આ ભવમાં ઘટમાળની માફક જીવ પરિભ્રમણ કરી હમેશાં આ ભવસ્થિતિની ગણત્રી કરી રહ્યો છે છતાં પણ તે અનંતી થતી જાય છે.
तदस्ति न वपुर्भता यदिह नोपभुक्तं सुखं .
न सा गतिरनेकधा मतवता न या माहिता न ता नरपतिश्रियः परिचिता न याः संमृतौ न सोऽस्ति विषयो न यः परिचितः सदा देहिना ॥२४८॥
એવું એક પણ સુખ નથી કે જે મનુષ્યોએ ભોગવ્યું નહિ હોય. એવી એક પણ ગતિ નથી કે જ્યાં મરણ પામીને અનેક વખત ઉત્પન્ન નહિં થયે હોય, એવી રાજ્ય લક્ષ્મી નથી કે જેને ભવ ભ્રમણમાં પરિચય નહીં હોય, અને એ કઈ વિષય નથી કે જેનાથી મનુષ્ય સદા પરિચિત નહિ હોય.
इदं स्वजनदेहजातनयमातृभार्यामयं
विचित्रमिह केनचिद्रचितमिद्रजालं ननु क कस्य कथमत्र को भवति तत्त्वतो देहिनः
स्वकर्मवशवर्तिनस्त्रिभुवने निज़ो का परः ॥२४९॥