________________
अनात्मनीयं परिहर्तु कामा. ___ स्तदर्थिनो ज्ञानमतः श्रयंति ॥१९२॥
સર્વ લેકમાં ક્રિયા અને વ્યવહાર, જ્ઞાનવિન યથાર્થ હિતકર થઈ શક્તા નથી. તેથી અનાત્મીય ગુણ એવું જે અજ્ઞાન તેને તજવાની ઈચ્છા રાખનારા, તથા જ્ઞાનાભિલાષીજને હમેશાં જ્ઞાનનું જ શરણ સ્વીકારે છે. शक्यो विजेतुं न मनः करींद्रो |
गंतुं प्रवृत्तः प्रविहाय मार्ग ज्ञानांकुशेनात्र विना मनुष्य
विनांकुशं मत्तमहाकरीव ॥१९॥ મદથી મસ્ત થયેલા મહા હિસ્તીને મહાવત જેમ અંકુશ વિના તાબે કરી શકતા નથી, તેમ માર્ગ તજીને ઉન્માર્ગમાં પ્રવૃત થએલા મનરૂપી હાથીને, જ્ઞાનવિના મનુખે કદાપિ તાબે કરી શકતા નથી. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं
___ समस्ततत्वार्थविलोकदर्श तेजोऽनपेक्ष विगतांतरायं
प्रवृत्ति मत्सर्वजगत्त्रयेपि ॥१९४॥ જ્ઞાન એ પુરૂષનું ત્રીજું નેત્ર છે, કે જેની સહાયતાથી સમસ્ત પદાર્થનું દર્શન થાય છે, જેને અન્ય પ્રકારની અપેક્ષા રાખવી પડતી નથી. જેને ભીંતે વીગેરે અટકાવી શકતું નથી. તથા જે ત્રણે લોકમાં પ્રવેશ પણ કરી શકે છે.