________________
આજ સુધી ભૂગર્ભમાં રહેલું આ અદ્ભુત સૂત્ર પુનઃ પ્રકાશમાં આવે અને અધિકારી અધ્યેતા વર્ગ તેના પઠન-પાઠન દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરે, તે માટે આ સૂત્ર પર નૂતનવૃત્તિ – વર્ગોપનિષદ્રનું સર્જન કર્યું છે. કથાત્મક સૂત્રની ટીકામાં પ્રતિપદ વ્યાખ્યાની આવશ્યકતા હોતી નથી. આથી જ તેવી ટીકાનું કદ નાનું હોય છે. જેમ કે નિરયાવલિકા (પાંચ ઉપાંગ) સૂત્ર ૧૧00 શ્લોક પ્રમાણ છે, જ્યારે તેની ટીકા માત્ર ૬00 શ્લોક પ્રમાણ છે. અનુત્તરાયપાતિકદશા સૂત્ર ૧૯૨ શ્લોક પ્રમાણ છે, તેની ટીકા માત્ર ૧૦૦ શ્લોક પ્રમાણ છે. અંતકૃતદશા સૂત્ર ૯૦૦ શ્લોક પ્રમાણ છે, જ્યારે એની ટીકા માત્ર ૪૦૦ શ્લોક પ્રમાણ છે.
એ જ રીતે પ્રસ્તુત સૂત્રની ટીકા પણ નાની છે. હા, જે અધ્યેતાઓને પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર પ્રભુત્વ નથી, તેમના માટે સંસ્કૃત છાયા આપેલી છે. તેથી જે અંશની વ્યાખ્યા નથી કરી, તે અંશ પણ તેમને સુગમ થઈ શકશે.
વ્યવહાર સૂત્ર (ઉદ્દેશક-૧૦, સૂત્ર-૨૭૫)માં કહ્યું છે કે જે શ્રમણ નિગ્રંથને ૧૧ વર્ષનો ચારિત્ર પર્યાય થયો હોય, તેને વંગચૂલિકા ઉદ્દેશવી કલ્પ, અર્થાત્ ૧૧ વર્ષના પર્યાયવાળા શ્રમણ ભગવંત આ સૂત્રના યોગોહન કરવાના અધિકારી છે અને તેઓ જ યોગોદ્રહનપૂર્વક આ સૂત્રને ભણી શકે. વર્તમાનમાં આ સૂત્રના યોગોદ્ધહનની પ્રવૃત્તિ નથી. છતાં પણ આ સૂત્રના પઠન-પાઠનના અધિકારી ગીતાર્થ ગુરુ દ્વારા અનુજ્ઞાત શ્રમણ ભગવંત જ છે.
પરમકૃપાળુ પરમાત્મા તથા પરમો પકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્શોનો પરિચય આગળ આપવામાં આવ્યો છે, તે સર્વ પ્રતોની સંરક્ષક સંસ્થાઓ શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ, શ્રી તપોવન સંસ્કાર ધામ-નવસારી, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય