________________
નંદીસૂત્રમાં કહ્યું છે કે દ્વાદશાંગીની વિરાધના
કરીને અનંત આત્માઓ સંસારમાં રખડ્યા છે આગમની
અને અનંત આત્માઓ સંસારમાં રખડશે. આ આશાતના વચનનું તાદેશ દૃષ્ટાંત છે વર્ગચૂલિકા સૂત્ર. નવિ કરીએ પ્રભુ વીરની પાંચમી પાટે થયેલા શ્રુતકેવલી
આર્ય શ્રીયશોભદ્રસૂરિ મહારાજા પોતાના (20) વિશિષ્ટ શ્રતોપયોગ દ્વારા આ દૃષ્ટાંત કહે છે. પ્રભુ
વીરના નિર્વાણથી ૯૮ વર્ષ પછીના કાળે આ દૃષ્ટાંતની ઘટનાનો પ્રારંભ થાય છે. શ્રમણષથી શરૂ થયેલી વિરાધના અનેક ભવો સુધી ભયાનક દુઃખો આપે છે, એની ૬૩ ભવોની વક્તવ્યતા આ સૂત્રમાં સાક્ષાત્ રજુ કરવામાં આવી છે.
આજ સુધી સાંભળ્યું હતું કે સ્ત્રીનું શરીર અશુચિમય છે, અનિત્ય છે. પણ આ સૂત્રનું અધ્યયન કર્યા બાદ એમ થાય છે કે સ્ત્રી-શરીર માત્ર અશુચિ અને અનિત્ય જ નથી, મહાભયાનક પણ છે. સ્ત્રી-શરીરના રાગીની ભવોભવ સુધી કેવી દુર્દશા થાય છે ! તેને કેવા અધમાધમ ભવો કરવા પડે છે ! એ જાણીને ખરેખર ધ્રુજારી છૂટી જાય છે.
શ્રમણની આશાતના, જિનપ્રતિમા-ચૈત્યની આશાતના અને શ્રુતની હીલના જીવને નરકમાં ઘસડી જાય છે, એ આ સૂત્રમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે. જેઓ જિનપ્રતિમાને આરાધ્ય માનતા નથી, તેમના માટે આ સૂત્ર એક “રેડ સિગ્નલ' છે. ગીતાર્થ ગુરુગમથી તેઓ પણ આ સૂત્રના અર્થોનું શ્રવણ કરી સન્માર્ગે આવે, તો તેમનું અને બીજા અનેક જીવોનું અહિત થતું અટકી જાય.
શ્રુતકેવલી શ્રીયશોભદ્રસ્વામી ભવિષ્યવાણી દ્વારા સંપ્રતિ રાજા, ધૂમકેતુ ગ્રહનો દુષ્યભાવ, સંઘ અને શ્રતનો પુનઃ ઉદય આદિનું વર્ણન કરે છે, એ પણ મનનીય છે.