________________
હS
LOG COLLA
અગ્રણીઓને બોલાવી કહ્યું કે : “કસ્તુરને શું ખબર પડે ? તેને શું પૂછો છો ?” વગેરે. શ્રાવકો પાછા ચાલ્યા ગયા. ફરી એકવાર સંઘના કેટલાક વિદ્વાન્ શ્રાવકો આગમિક પ્રશ્નના સમાધાન માટે પૂ. વિજ્ઞાનસૂરિજી મ. પાસે બેઠા. તેમણે કહ્યું : “કેમ અહીં બેઠા છો ? જાઓ કસ્તૂરવિજય પાસે, તે તો આગમનો દરીયો છે.” પૂજ્યશ્રીના મુખે આ બંને પ્રસંગ વખતે વિષાદ કે હર્ષે સ્થાન લીધું ન હતું. કારણ કે : “ગુરુજી કહે તે પ્રમાણ” એ વાત તો તેમની ગુરુભક્તિનો પર્યાય જ હતી. એટલે જ વાત્સલ્ય-નમ્રતા-ત્યાગ-સ્વાધ્યાય-સાધનાપાપભીરુતા એ બધા ગુણો પૂજ્યશ્રીમાં સોળે કળાએ ખીલ્યા હતાં.
સાધક-સાધના અને સિદ્ધિ : દરરોજ ક્રમ મુજબ સૂરિમંત્રનો જાપ થઈ ગયો પણ આજની જાપ પછીની પૂજ્યશ્રીની પ્રસન્નતા કાંઇ અનોખી જ હતી. એ તો કાંઇ છાની રહે ખરી ? પણ આ પ્રસન્નતા શેની ? આ પ્રશ્ન બધાને મૂંઝવતો હતો. પહોંચ્યા સીધા પૂજ્યશ્રી પાસે અને મૂકી દીધો પ્રશ્ન પ્રસન્નતાના કારણનો. પૂજ્યશ્રીએ કહ્યું : “આજે સૂરિમંત્રની સાધનામાં ધ્યાન કરતા કરતા પ્રભુજીનું સમવસરણ જોયું. સાથે જ સરળભાવે તેનું વર્ણન પણ કરી સંભળાવ્યું. પછી બોલ્યા : “સાનુકૂળ પરિસ્થિતિ હોય તો આ ધ્યાનમાં જોયેલનું શિલ્પ પત્થરમાં કોતરાય (મૂર્તિમાન થાય) તો સારું.” પૂજ્યશ્રીની આ ભાવનાનું આકાર સ્વરૂપ એટલે ગિરિરાજની ગોદમાં નિર્માણ પામેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનસમવસરણમહામંદિર.
આરાધકતા : સં. ૨૦૨૦માં સ્થળ હતું ભાવનગર. સમવસરણના વંડે પૂજ્યશ્રી ચાતુર્માસ બિરાજમાન હતા. બાળમુનિ પૂ. શીલચંદ્રવિજય મ.નો તે દિવસે પ્રથમ લોચ થયો. વંદનાર્થે આવેલ બાળમુનિને પૂજ્યશ્રીએ કહ્યું કે : “આજે તમારે મારી સાથે પ્રતિક્રમણ કરવાનું છે.” બાળમુનિને આશ્ચર્ય અને આનંદ બંને થયા, પ્રતિક્રમણ શરૂ થયું, ચૈત્યવંદન પૂર્ણ થયું, પછી તો પૂજ્યશ્રીએ નમુત્થણનો પાઠ પણ શરુ કરી દીધો. બાળમુનિએ કહ્યું : મને લાભ આપો.' ત્યારે પૂજ્યશ્રી બોલ્યા : ‘તારા જેવા બાળસાધુએ લોચ કરાવ્યો હોય, તેને પ્રતિક્રમણ કરાવવો લાભ ક્યારે મળે ? આમ પણ બીજાને આરાધના કરાવવી તે અમારું કર્તવ્ય છે, તેથી હું પ્રતિક્રમણ કરાવવાનો.'
ભવભીરુતા : આત્મલક્ષી પણ એટલા જ . સં. ૨૦૩૧નું ચાતુર્માસ સાબરમતી હતું. આસો સુદ ૧૧ના રાત્રે પ્રાયઃ ૧૧.૦૦ આસપાસ અચાનક પક્ષઘાતનો હુમલો આવ્યો. તાત્કાલિક કેટલાક શ્રાવકોને તેમજ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. તેમણે કહ્યું : “વ્યાધિ વધુ જોરદાર છે. તાકીદે દવાખાને લઇ જાઓ, નહીંતર જીવન વધુ કષ્ટદાયી થશે.” પૂજ્યશ્રીએ આ વાત સાંભળી ઇશારાથી કહ્યું : “મારું જે થવાનું હોય તે થાય, હું કોઈ પણ સંજોગોમાં રાત્રે દવાખાને જવાનો નથી.' સમય પસાર થઇ રહ્યો હતો. કેટલાક સુજ્ઞ શ્રાવકોએ પૂજ્યશ્રીને વિનંતિ કરતા કહ્યું : “સાહેબ !રાતના ૦૧.૦૦ વાગ્યા છે. હવે પ્રતિક્રમણ કરી લેવામાં શું વાંધો છે ?” પૂજ્યશ્રીએ તે જ વખતે જરા રોષપૂર્વક ઈશારાથી જ જણાવ્યું કે : “જે ક્રિયા જે સમયે કરવાની હોય ત્યારે જ તે કરવી. સાધુને મરણનો શો ભય હોય ?’ ‘હવે વધુ સમજાવવામાં મઝા નથી' એમ સમજી બધા મૌન રહ્યા. મળસ્કે પૂજ્યશ્રીના બે શિષ્યો પૂજ્ય આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મ. અને પૂજ્ય ગુરુજી (પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મ.) આદિ શિષ્યોએ તેમને સમજાવી-ફોસલાવી દવાખાને જવા માટે તૈયાર કર્યા અને આવશ્યકક્રિયાઓ કરાવી વહેલી સવારે પૂજ્યશ્રીને ખભે ઉંચકીને દવાખાને